Bollywood/ અમિતાભ બચ્ચને ફરીથી લખ્યો બ્લોગ, તેમની તબિયત વિશે આપી જાણકારી

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે. અભિનેતાને કંઈપણ થાય છે, તો તમામ ચિંતામાં પડી જાય છે લોકો તેમના સ્વાસ્થ્યની ચિંતા કરવાનું શરૂ કરે છે. તાજેતરમાં અભિનેતાએ સંકેત આપ્યો હતો કે તેમની તબિયત સારી નથી અને તેની સર્જરી કરવામાં આવી રહી છે. જોકે, અભિનેતાએ એ વાતનો ખુલાસો કર્યો ન હતો કે કઇ સર્જરી છે. […]

Entertainment

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે. અભિનેતાને કંઈપણ થાય છે, તો તમામ ચિંતામાં પડી જાય છે લોકો તેમના સ્વાસ્થ્યની ચિંતા કરવાનું શરૂ કરે છે. તાજેતરમાં અભિનેતાએ સંકેત આપ્યો હતો કે તેમની તબિયત સારી નથી અને તેની સર્જરી કરવામાં આવી રહી છે. જોકે, અભિનેતાએ એ વાતનો ખુલાસો કર્યો ન હતો કે કઇ સર્જરી છે. હવે બ્લોગમાં તેની તબિયત વિશે જાણ કરી છે.

સોશિયલ મીડિયા પરના દરેક વ્યક્તિએ તેની સલામતી માટે પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું હતું અને ચિંતા થવા લાગી હતી કે બિગ બી અચાનક કઈ સર્જરી કરી રહ્યા છે. હવે અભિનેતાએ તેના બ્લોગ પર માહિતી આપી હતી કે તેને આંખની સર્જરી કરવામાં આવી રહી છે. આ સાથે, તેમણે તેમના આરોગ્ય વિશે માહિતી આપી છે.

રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘કુબૂલ હૈ 2.0’ નું ટ્રેલર રિલીઝ, પ્રેમમાં ડૂબેલા નજર આવ્યા ઝોયા અને અસદ

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)


અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું છે કે આ ઉંમરે આંખની સર્જરી કરાવવી જોખમી છે અને ઘણી સાવચેતી રાખવી પડશે. મારી આંખની સર્જરી સારી રીતે કરવામાં આવી છે. મારી સાઇટને અસર થઈ છે અને રિકવરી થોડી ધીમી આવી રહી છે. જો હું આ દરમિયાન કોઈ ટાઇપિંગ ભૂલ કરું છું, તો મને માફ કરજો.

અભિનેતાએ વેસ્ટ ઈન્ડિઝના મહાન ઓલરાઉન્ડર સર ગેરી સોબર્સ સાથે જોડાયેલ એક ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, સખત વિરોધી સામેની ક્રિકેટ મેચમાં વેસ્ટ ઇન્ડીઝ ખૂબ મજબૂત સ્થિતિમાં નહોતું અને હાર તરફ હતું. ગેરી પેવેલિયન મેચ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ગેરીએ રમની બોટલ કાઢી અને કેટલાક પેક ઓફર કર્યા. આ બાદ જ્યારે તેની બેટિંગ આવી ત્યારે તેણે તેની કારકિર્દીની સૌથી ઝડપી સદી ફટકારી હતી.

EI সময় - News

બિગ બીએ તેની વાત પૂર્ણ કર્તા કહ્યું – તમામને મારો પ્રેમ. પ્રગતિ ધીમી છે અને બીજી આંખનું ઓપરેશન હજી બાકી છે. મને આશા છે કે મારા આગામી પ્રોજેક્ટ ‘ગુડ બૉય’ ની શરૂઆત પહેલાં બધુ બરાબર થઈ જશે.