જી5 એ તાજેતરમાં જ તેમની આગામી રોમેન્ટિક ડ્રામા શ્રેણી ‘કુબુલ હૈ 2.0’ નું ટીઝર ચાહકો સામે રજૂ કર્યું. આ શ્રેણીની કેટલીક સૌથી પ્રખ્યાત ક્ષણો ફરીથી રીક્રિએટ કરવામાં આવી છે. હવે જી 5એ આખરે તેનું સૌથી પ્રતીક્ષિત ટ્રેલર રિલીઝ કરી દીધુ છે. ઝોયા અને અસદના ઓન-સ્ક્રીન જાદુથી તમામ દર્શકો પ્રેમમાં પડી ગયા છે.
પ્લેટફોર્મ ઝી ટીવીનો આઇકોનિક શો ‘કુબુલ હૈ છે’ . નું મૂલ્ય અને લોકાચાર ફરીથી સ્થાપિત કરીને નવી દુનિયાની સ્થાપના કરી છે. ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ તે એક ચાહકો વચ્ચે છવાઇ ગયું છે.

ટ્રેલર એક રોમોન્ટિક નોટ પર શરુ થાય છે. જ્યારે અસદ અને ઝોયા એકવાર ફરીથી મળ્યા છે. ધીમે ધીમે કહાની આગળ વધે છે, ત્યારે તેમા જોવા મળે છે કે એક અંડરકવર એજન્ટ છે. તે જ છે જેને તેના પિતાની હત્યા કરી હતી. જ્યારે ઝોયા ઇસ્લામાબાદની ફ્લાઇટ પકડવાની તૈયારી કરે છે, ત્યારે આ સત્ય તેની સામે આવે છે અને ત્યારબાદ તેના મનમાં ચર્ચા ઉદ્ભવે છે.
એક તરફ અસદ દ્વારા હાથ આગળ વધારીને ઝોયાને તેની સાથે જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે અને બીજી બાજુ, ઝોયાનો ભાઈ રાહ જોઈ રહ્યો છે. આ કિસ્સામાં ઝોયા કોને પસંદ કરશે? પરિવાર કે પ્રેમ?
ટ્રેલર રિલીઝ પર સુરભી જ્યોતિએ શેર કર્યું કે, “ટીવીથી લઈને ઓટીટી સુધી, ઝોયા અને અસદની લવ સ્ટોરી ખરેખરમાં શાશ્વત છે. 12 માર્ચ 2021 ના રોજ કુબૂલ હૈના પ્રીમિયર સાથે તેઓ નવી સફર શરૂ કરી રહ્યા છે. કુબુલ હૈ એટલે કે એક્સેપ્ટેન્સ છે અને ઝોયા પણ તે જ ઇચ્છે છે. અસદ તેનો સાચો પ્રેમ સ્વીકારે.
પ્રશ્ન એ છે કે શું સાચો પ્રેમ ત્યા સુધી શાશ્વત નથી થાતો જ્યા સુધી દુ: ખદ ન હોય? તે નિર્ભર કરે છે કે ઝોયા પ્રેમ અથવા પરિવાર, કોને પસંદ કરવાનો નિર્ણય કરે છે.
અંકુશ મોહલા અને ગ્લેન બેરેટો દિગ્દર્શિત આ સિરીઝમાં અસદ અને ઝોયાને એક નવા અવતારમાં દર્શાવવામાં આવશે જેમાં કરણ સિંહ ગ્રોવર અને સુરભી જ્યોતિની અસલ જોડી ફરી એકવાર દર્શકો સાથે જોવા મળશે. તેમાં આરીફ ઝકરિયા અને મંદિરા બેદી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
