દક્ષિણના ભારતના સુપર સ્ટાર નાગાર્જુનના દીકરા નાગા ચૈતન્ય અને સ્ટાર એક્ટ્રેસ સમન્થા રૂથ પ્રભુ લગ્ન ગ્રંથીથી જોડાઈ ગયા છે. આ બંને સ્ટારના લગ્ન ગોવામાં યોજાયા હતા છે અને આ પહેલા મહેંદીની સેરેમની પણ રાખવામાં આવી હતી. લગ્ન બાદ સમન્થાએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા હતા.

સમન્થા અને ચૈતન્યએ ૬ ઓકટોબરના રોજ હિંદુ રીત-રીવાજથી મેરેજ કર્યા હતા. આ મેરેજમાં ઘણા સેલિબ્રિટીઝ સામેલ થયા હતા. એક અંદાજ મુજબ આ મેરેજમાં ૧૦ કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે.

ગોવા પછી હૈદરાબાદમાં મેરેજનું રિસેપ્શન રાખવામાં આવશે. મેરેજ પછી બંને હનીમૂનના બદલે પોતાના કામ પર પરત આવવાના છે. બંને તેમની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી ૪૦ દિવસના લાંબા હનીમૂન પર જશે.

ઉલ્લેખનીય છે કે, સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્યએ હૈદરાબાદમાં એક્ટ્રેસ સમન્થા પ્રભુ સાથે સગાઈ કરી હતી. તેમણે ૭ વર્ષ પહેલા આવેલ તેમની ફિલ્મ ‘યે માયા ચેસવે’ ની સ્ટાઈલમાં એકબીજાને રિંગ પહેરાવી હતી.
