Not Set/ પીએમ મોદીએ કર્યું ઓખા-બેટ દ્વારકા બ્રિજનું ખાતમુહૂર્ત

બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાધીશના દર્શન કર્યા બાદ ઓખા – બેટ દ્વારકા વચ્ચે બનનારા સિગ્નેચર બ્રિજનું ખાતમૂર્હર્ત કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, સીએમ વિજય રૂપાણી, ભૂતપૂર્વ સીએમ આનંદીબેન પટેલ અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હાજર રહ્યા હતા.ખાતમુહૂર્ત પ્રસંગે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહત્વનું છે […]

India

બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાધીશના દર્શન કર્યા બાદ ઓખા – બેટ દ્વારકા વચ્ચે બનનારા સિગ્નેચર બ્રિજનું ખાતમૂર્હર્ત કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, સીએમ વિજય રૂપાણી, ભૂતપૂર્વ સીએમ આનંદીબેન પટેલ અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હાજર રહ્યા હતા.ખાતમુહૂર્ત પ્રસંગે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, ૯૬૨.૪૩ કરોડ રૂપિયાના ખર્ચે બનનારા આ બ્રીજથી દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓનો સમય પણ બચશે અને પ્રવાસનને પણ વેગ મળશે. સાથે જ આ બ્રીજ પર સોલાર પેનલ મૂકી 1 મેગા વોટ વિજળીની પણ ઉત્પાદન કરવામાં આવશે. એક અંદાજ મુજબ આ બ્રીજનું નિર્માણ આગામી ૩૦ મહીનામાં પૂરું થશે.