Not Set/ જાણો, પીએમ મોદીના સંબોધનના ખાસ અંશો

બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાધીશના દર્શન કર્યા બાદ ઓખા – બેટ દ્વારકા વચ્ચે બનનારા સિગ્નેચર બ્રિજનું ખાતમૂર્હર્ત કર્યું હતું. આ પ્રસંગ બાદ પીએમ મોદીએ એક જનસભાને સંબોધી હતી. આ સંબોધનમાં તેઓએ દ્વારકામાં દેશની પહેલી મરિન ઇન્સ્ટિટ્યૂટ બનાવવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીના સંબોધનની ખાસ વિગતો : સિગ્નેચર બ્રિજના નિર્માણ બાદ દેશ ભરથી આવતા શ્રદ્ઘાળુઓ […]

India

બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાધીશના દર્શન કર્યા બાદ ઓખા – બેટ દ્વારકા વચ્ચે બનનારા સિગ્નેચર બ્રિજનું ખાતમૂર્હર્ત કર્યું હતું. આ પ્રસંગ બાદ પીએમ મોદીએ એક જનસભાને સંબોધી હતી. આ સંબોધનમાં તેઓએ દ્વારકામાં દેશની પહેલી મરિન ઇન્સ્ટિટ્યૂટ બનાવવાની જાહેરાત કરી હતી.

પીએમ મોદીના સંબોધનની ખાસ વિગતો :

  • સિગ્નેચર બ્રિજના નિર્માણ બાદ દેશ ભરથી આવતા શ્રદ્ઘાળુઓ અને બેટના લોકો બન્ને ફાયદો થશે. આ પહેલા બેટમાં લોકોએ લાંબા સમય સુધી બ્રીજ વગર મોટી મુશ્કેલીઓ સહન કરી છે. સાંજ પહેલા જ તમામ કાર્યો બેટના લોકોએ કરી લેવા પડતા હતા.
  • સમુદ્ર તટોની સુરક્ષા માટે મરિન પોલીસ આવશ્યક છે ત્યારે દ્વારકામાં દેશની પહેલી મરિન ઇન્સ્ટિટ્યૂટ બનશે.  દ્વારકા દેશને શ્રેષ્ઠ મરિન પોલીસ જવાનો આપશે. અને ત્યાં દેશભરના મરિન પોલીસની ટ્રેનિંગ થશે.
  • દેશમાં 15 દિવસ પહેલા દિવાળી આવી છે જયારે અમે જીએસટી પર બીજી વાર ચર્ચા વિચારણા કરી છે. અમે એવું નથી ઈચ્છતા કે દેશનો વ્યાપારી વર્ગ રેડ ટેપીઝમ, ફાઇલો અને બાબુગિરી માં ફસાઈ જાય. જેમ આ ત્રણ મહિનામાં જે માહિતી આવી, ત્યારબાદ જીએસટીના માળખામાં બદલાવ કરવામાં આવ્યો છે.
  •  માછીમારો માટે કેન્દ્ર સરકાર એક સારી યોજના લાવશે. માછીમારોને સશક્તિકરણ કરવા માટે સરકાર ઓછા વ્યાજ સાથે તેમને લોન આપશે. અને તે સામૂહિક રીતે ભેગા થઇને દોઢ બે કરોડની બોટ ખરીદી શકે અને સારી રીતે માછીમારી કરી શકે. જેથી કરીને તેમની કમાણી વધશે. અને આ બોટમાં કોલ્ડસ્ટોરેજ સમેત તમામ વ્યવસ્થા હોય તેવો પ્રયાસ સરકાર કરશે.
  • પીએમ મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે તે જ્યારે સામાજીક કાર્યકર હતા ત્યારે છાપામાં તે વખતે જામનગરમાં  એક જાહેરાત આવી હતી જેમાં મોટા પેજ પર સીએમ માધવસિંહ સોલંકી એક પાણીની ટાંકીનું ઉદ્ધાટન કરશે તેમ જણાવ્યું હતું. આમ કહી પીએમ કહ્યું કે કોંગ્રેસની માટે વિકાસની વાતો પણ પાણીની ટાંકી સુધી જ સિમિત હતી. અમારી સરકાર અને હું ખાલી તમારા સપનાઓને ચરીતાર્થ કરવા માટે મહેનત કરી રહ્યા છીએ.
  • ઓખ અને બેટ દ્વારકા વચ્ચે બ્રિજનું ખાતમુહૂર્ત અંગે મોદીએ કહ્યું, આજે દ્વારકા- શહેરમાં જે કામ શરૂ થઈ રહ્યું છે. તે માત્ર બ્રિજ નથી કે ઇંટ પત્થરથી બનેલું સ્ટ્રક્ચરલ વ્યવસ્થા નથી. પણ આ સાંસ્કૃતિક ઇતિહાસના પુરાવા છે.
  • એવી વ્યવસ્થા જે દેશભરથી આવનારા લોકો માટે એક મોટી સગવડ છે. આ વ્યવસ્થા જે ટાપુની સામાન્ય જરૂરિયાત પૂરી કરવા માટે છે જે ટાપુ સાથે જોડાયેલા દરિયા કિનારાના વિસ્તારોમાં પ્રવાસન સ્થળનું પરિવર્તન કરવું. અમારો ધ્યેય એક ખૂણા માં વિકાસ કરવો નહિ, તે માટે કનેક્ટિવિટી આવશ્યક છે. દ્વારકાધશની કૃપાથી ઘણા લોકો આવે છે, જ્યારે અમે વ્યવસ્થાઓ ઉભી કરીએ છીએ.