Not Set/ ડિપ્રેસનથી લડી રહ્યા છે બિગબોસ 13 નાં સ્પર્ધક અરહાન ખાન, લઇ રહ્યા છે સાઇકિયાટ્રિસ્ટની મદદ

સુશાંત સિંહ રાજપૂતે 34 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ છે. અહેવાલો સૂચવે છે કે તેના મૃત્યુનું કારણ ડિપ્રેસન છે. આજનાં સમયમાં ડિપ્રેસન એક મોટી સમસ્યા બની ગઈ છે, જેનાથી દર ચોથો વ્યક્તિ સંઘર્ષ કરી રહ્યો છે. આ સિવાય તાજેતરમાં એક સમાચાર આવ્યા છે કે બિગ બોસ 13 નાં સ્પર્ધક અરહાન ખાન પણ ડિપ્રેસનથી ઝઝૂમી […]

Uncategorized Entertainment

સુશાંત સિંહ રાજપૂતે 34 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ છે. અહેવાલો સૂચવે છે કે તેના મૃત્યુનું કારણ ડિપ્રેસન છે. આજનાં સમયમાં ડિપ્રેસન એક મોટી સમસ્યા બની ગઈ છે, જેનાથી દર ચોથો વ્યક્તિ સંઘર્ષ કરી રહ્યો છે. આ સિવાય તાજેતરમાં એક સમાચાર આવ્યા છે કે બિગ બોસ 13 નાં સ્પર્ધક અરહાન ખાન પણ ડિપ્રેસનથી ઝઝૂમી રહ્યો છે.

આ સમસ્યા માટે બિગ બોસનો સ્પર્ધક અરહાન સાઇકિયાટ્રિસ્ટની મદદ પણ લઈ રહ્યો છે. આ માહિતી તેમનાથી સંબંધિત સ્રોતો દ્વારા આપવામાં આવી છે, સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે અરહાન લગભગ 2.5 મહિનાથી આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આ વિશે વાત કરતાં અરહાન ખાનનાં પીઆર મેનેજર અવંતિકાએ સ્પોટ બોયને કહ્યું, ‘હા એ વાત સાચી છે કે અરહાન થોડા દિવસોથી મેડિકેશનમાં છે, પરંતુ તે તાજેતરની વાત નથી, પરંતુ છેલ્લા 2.5 મહિનાથી આ સમસ્યા સાથે તે સંઘર્ષ કરી રહ્યા છો.

તમને મદદની જરૂર છે તે સ્વીકારવું તમારે પોતાને સુધારવા માટેનું પ્રથમ પગલું છે. અરહાન હમણાં તેના માતા-પિતા સાથે તેમના ઘરે જયપુરમાં રહે છે અને કાર્ય અને સકારાત્મકતા અપનાવી રહ્યો છે. શહેરમાં પાછા આવતાં પહેલાં તે થોડા દિવસો સુધી ત્યાં જ રોકાશે. ત્યાં સુધી તેમને સમય અને પોતાનું સ્થાન આપીએ, જે તેમને જોઇએ.” આપને જણાવી દઈએ કે, અરહાન ખાને બિગ બોસ 13 માં રહીને ઘણી હેડલાઇન્સ બનાવી હતી. શો માં અરહાન અને રશ્મિ દેસાઇનાં સંબંધોની ખૂબ ચર્ચા કરવામાં આવી હતી. જોકે, અરહાન ખાનનાં પહેલા લગ્ન અને તેના સંતાન વિશે સાંભળ્યા બાદ રશ્મિ દેસાઇ ચોંકી ગઈ હતી, અને તેમના સંબંધોમાં પણ તિરાડ પડી ગઈ હતી. બિગ બોસનાં અંત પછી, એ પણ બહાર આવ્યું હતું કે રશ્મિનાં ઘરે રહીને અરહાને તેના બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.