Not Set/ રવિના ટંડન અને ગોવિંદાની સુપરહિટ જોડી ફરી ઓનસ્ક્રીન  મચાવશે ધૂમ

ગોવિંદા સાથેની તેની કેટલીક તસવીરો અને વીડિયો શેર કરતાં રવિનાએ જણાવ્યું છે કે તે ટૂંક સમયમાં તેની સાથે નવા પ્રોજેક્ટમાં જોવા મળશે.

Entertainment
રાજકોટ 11 રવિના ટંડન અને ગોવિંદાની સુપરહિટ જોડી ફરી ઓનસ્ક્રીન  મચાવશે ધૂમ

રવિના ટંડન અને ગોવિંદાની જોડીએ પ્રેક્ષકોના દિલ પર ઊંડી અસર કરી હતી. તે બોલિવૂડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં  સાથે જોવા મળ્યા હતા. જેમાં ‘દુલ્હે રાજા’, ‘આન્ટી નંબર 1’, ‘અખીયોં સે ગોલી મારે’ શામેલ છે. રવિના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ચાહકો માટે તેના જીવનની ઝલક શેર કરતી રહે છે. હવે તેણે ઇન્સ્ટાગ્રામ પર મોટો ખુલાસો કર્યો છે. ગોવિંદા સાથેની તેની કેટલીક તસવીરો અને વીડિયો શેર કરતાં રવિનાએ જણાવ્યું છે કે તે ટૂંક સમયમાં તેની સાથે નવા પ્રોજેક્ટમાં જોવા મળશે.

રાજકોટ 12 રવિના ટંડન અને ગોવિંદાની સુપરહિટ જોડી ફરી ઓનસ્ક્રીન  મચાવશે ધૂમ

અભિનેત્રીની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે તે ગોવિંદા સાથે ફરી ઓન સ્ક્રીન પોતાના જલવા વિખેરતી જોવા મળશે. તેણે પોતાના નવા પ્રોજેક્ટનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ સમાચારથી અભિનેત્રીના ચાહકો ખૂબ જ રોમાંચિત થઈ ગયા છે. ગોવિંદા સાથે તેના કેટલાક ફોટા શેર કરતાં રવિનાએ લખ્યું, ‘ગ્રાન્ડ રીયુનિયન! અમે ફરી એક સાથે સ્ક્રીન પર પાછા આવીશું !!!! ક્યારે ?, ક્યાં? બીજું શું? ટૂક સમયમાં આવી રહ્યું છે. રવિનાની આ પોસ્ટ પર 90 હજાર જેટલી લાઈક્સ આવી છે. ચાહકોની સાથે સેલેબ્સ પણ આ સુપરહિટ જોડીને ફરી એકવાર સ્ક્રીન પર જોવા આતુર છે.

Instagram will load in the frontend.

 

તમને જણાવી દઈએ કે ગોવિંદા અને રવિનાએ 90 ના દાયકાની ઘણી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. ગોવિંદા બોલિવૂડમાં પાછા ફરવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો. તેમને હજી સુધી સફળતા મળી નથી, પરંતુ તેઓ તેમના શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. તેઓ રવીના સાથે વધુ સારા પુનરાગમનની રાહમાં છે.