Not Set/ #MeToo: પૂર્વ બીગ બોસ કન્ટેસ્ટન્ટે અમિતાભ બચ્ચને લીધા લપેટામાં, તમારું સત્ય જલ્દી સામે આવશે…

મુંબઈ નાના પાટેકર અને તનુશ્રી દત્તાના વિવાદ પછી બોલિવૂડમાં # MeToo  કેમ્પેન શાંત પડવાનું નામ લઇ રહ્યું નથી. આ કેમ્પેનમાં નામી હસ્તિઓનો સમાવેશ થઇ રહ્યો છે. નાના પાટેકર પછી વિકાસ બહલ, , કૈલાશ ખેર, આલોક નાથ, અનુ મલિક, રજત કપૂર, સાજિદ ખાન, કરીમ નોરાની જેવા નામોનો સમાવેશ છે. એટલું જ નહીં આવે હિન્દી સિનેમાના મહાનાયક […]

Trending Entertainment
ami #MeToo: પૂર્વ બીગ બોસ કન્ટેસ્ટન્ટે અમિતાભ બચ્ચને લીધા લપેટામાં, તમારું સત્ય જલ્દી સામે આવશે...

મુંબઈ

નાના પાટેકર અને તનુશ્રી દત્તાના વિવાદ પછી બોલિવૂડમાં # MeToo  કેમ્પેન શાંત પડવાનું નામ લઇ રહ્યું નથી. આ કેમ્પેનમાં નામી હસ્તિઓનો સમાવેશ થઇ રહ્યો છે. નાના પાટેકર પછી વિકાસ બહલ, , કૈલાશ ખેર, આલોક નાથ, અનુ મલિક, રજત કપૂર, સાજિદ ખાન, કરીમ નોરાની જેવા નામોનો સમાવેશ છે. એટલું જ નહીં આવે હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચનને એક મહિલાએ #MeToo ના લપેટામાં લીધા છે.સેલિબ્રિટી હેયરસ્ટાઇલિસ્ટ સપના ભવનાનીએ તેના ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે  જેમાં અમિતાભ બચ્ચન પર નિશાન સાધ્યું છે.

Image result for amitabh bachchan sapna bhavnani

આપને જણાવી દઈએ કે, સપના ભાવનાની સલમાન ખાનના શો ‘બીગ બોસ’માં રહી ચુકી છે. બીગ બોસ સીઝન-6 માં સેલિબ્રિટી હેયરસ્ટાઇલિસ્ટ કંટેસ્ટંટ તરીકે નજરે પડી હતી. એક યુઝરે અમિતાભ બચ્ચનની એક પોસ્ટ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી હતી. જેમાં બીગ બી એ #MeToo કેમ્પેન પર પોતાનો એક બ્લોગ પોસ્ટ કર્યો હતો. જણાવીએ કે બચ્ચને તેમનાં બ્લોગમાં એક ઈન્ટરવ્યુના કેટલાક પોઈન્ટ્સ શેર કર્યા હતા. જેમાં  #MeToo કેમ્પેન અને સ્ત્રોઓની સુરક્ષા પર મહાનાયક અમિતાભે ઘણું બધું કહ્યું હતું.

https://twitter.com/sapnabhavnani/status/1050334929664524288

ઉલ્લેખનીય છે કે આવામાં સપનાએ ટ્વીટર પોસ્ટ પર તેની કોમેન્ટ શેર કરી છે જેમાં તેને લખ્યું છે કે આ એક જુઠ છે સર, તમારી મુવી પિંક આવી અને ગઈ પરંતુ હવે તમારી ઈમેજ ઇમેજ એક્ટિવિસ્ટવાળી જલ્દી જ સામે આવશે. આશા છે કે તમારું સત્ય ખુબ જ જલ્દી લોકોના સામે આવે તમે તમારો હાથ કાપી રહ્યા હશો કારણ કે નખ કાપવા પર્યાપ્ત નહીં હોય.

https://twitter.com/sapnabhavnani/status/1050333949250158592

સપનાએ પોતાનના ટ્વીટરમાં લખ્યું છે કે મને આશા છે કે અમિતાભ બચ્ચને લઈને હવે મહિલાઓ પણ સામે આવશે કેમ કે મેં પર્સનલી અમિતાભ બચ્ચન વિશે સેક્શુઅલ મિસકંડક્ટને લઇને ઘણી વાતો સાંભળી છે.