દેવભૂમિ દ્વારકા/ મુક્તિધામમાં PPE કીટ રઝળતી જોવા મળી, મૃત્યુ આંકમાં મોટો વધારો, સારવારમાં પારાવાર મુશ્કેલીઓ

જામખંભાળીયા ના મુક્તિધામ માં પીપીઈ કીટ રઝળતી જોવા મળી હતી. કેટલીક કીટ ને બાળવાનો પ્રયત્ન કરાયો છતાં મુક્તિધામ માં રહેલ લાકડાની ઉપર કીટ જોવા મળી હતી. 

Gujarat Others Trending
vijay nehara 8 મુક્તિધામમાં PPE કીટ રઝળતી જોવા મળી, મૃત્યુ આંકમાં મોટો વધારો, સારવારમાં પારાવાર મુશ્કેલીઓ

ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંકટ સતત ઘેરાતું જી રહ્યું છે. કોરોનાની બીજી લહેર ગુજરાતને માથે ઘાટ બનીને આવી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કોરોનાએ કાળો કહેર વરસાવ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા પણ તેમાંથી બાકાત નથી. દ્વારકા જીલ્લામાં પણ સતત કોરોના કેસમાં મોટો વધારો નોધાઇ રહ્યોછે. નવા કેસની સાથે મૃત્યુ આંકમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

જીલ્લામાં વધતા કોરોન સંક્રમણથી લોકોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે હજુ પણ લોકો કોરોના પ્રત્યે બેદરકાર જોવા મળી રહ્યા છે. જામખંભાળીયા ના મુક્તિધામ માં પીપીઈ કીટ રઝળતી જોવા મળી હતી. કેટલીક કીટ ને બાળવાનો પ્રયત્ન કરાયો છતાં મુક્તિધામ માં રહેલ લાકડાની ઉપર કીટ જોવા મળી હતી.

તો વળી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં મૃત્યુ આંક અને મુક્તિધામ ના આવતા મૃતદેહ ના અકડાઓમાં પણ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા 1 થી 19 એપ્રિલ સુધી ના મૃત્યુ આંક  8 બતાવવામાં આવ્યો જ્યારે જામખંભાળીયા ના મુક્તિધામ માં 53 મૃતદેહ આવ્યા છે. જે ખરેખર દુખદ છે. અને સરકાર આંકડા છુપાવવાનો નાં કામયાબ પ્રયાસ કરી રહી છે. તે દર્શાવી રહ્યું છે.  અને મોટા ભાગે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવી જ હાલત છે.

વધતા કેસને પરિણામે દ્વારક જીલ્લાની હાલત ઘણી કફોડી બની છે. અહીં હોસ્પીટલમાં  બેડ ની પણ ભારે અછત  જોવા મળી રહી છે. દ્વારકા જિલ્લામાં પોઝીટીવ કેસ અને મૃત્યુ આંક વધી રહ્યો છે ત્યારે લોકો ને સારવાર માટે ખૂબ મુશ્કેલીઓ જોવા મળી રહી છે. સારવાર માટે દર્દીને લઇ સગાઓએ જ્યાં ત્યાં ભટકવું પડી રહ્યું છે. તો સાથે દર્દીને મળતી સારવાર માં પણ લાલીયાવાડી જોવા મળી રહી છે.