Not Set/ સુરતમાં નશાના કારોબારનો પર્દાફાશ, ધો.9ના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગમાંથી મળ્યું અફીણ

સુરતમાં 9 માં ધોરણમાં ભણતા વિધાર્થી પાસેથી અફીણ લાવવાનો પ્રયાસ કરાયો છે. પુણા પોલીસે રાજસ્થાનના એક 16 વર્ષીય કિશોરને 1.98 લાખના અફીણ..

Top Stories Gujarat Surat
અફીણ
  • સુરતમાં નશાના કારોબારમાં બાળકોને હાથો બનાવ્યો
  • ધો.9ના વિદ્યાર્થી પાસે અફીણની હેરાફેરી
  • પુણા પોલીસ રાજસ્થાનના કિશોરને ઝડપ્યો
  • 1.98 લાખના અફીણ સાથે ઝડપી પાડ્યો
  • રાજસ્થાનથી સુરતમાં લાવતો હતો અફીણનો જથ્થો
  • કિશોરના સ્કૂલ બેગમાં કરતા અફીણની હેરાફેરી

નશાનો કાળો કારોબાર કરતા સોદાગરોએ હવે બાળકોને પોતાનો હાથો બનાવ્યો છે. સુરતમાં આવા જ એક ષડ્યંત્રનો પર્દાફાશ થયો છે.પૂણા પોલીસે રાજસ્થાનના વિદ્યાર્થીને અફીણની હેરાફેરી કરતા ઝડપ્યો છે.વિદ્યાર્થી રાજસ્થાનથી સુરતમાં અફીણનો જથ્થો લાવતો હતો. ધો-9માં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી પોતાની સ્કૂલ બેગમાં અફીણની હેરાફેરી કરતો હતો. પોલીસે વિદ્યાર્થી પાસેથી રૂપિયા 1.98 લાખના અફીણનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : રાજકોટમાં હોટલના ચોથા માળેથી નીચે પટકાતા બાળકીનું મોત, CCTV આવ્યા સામે

સુરતમાં 9 માં ધોરણમાં ભણતા વિધાર્થી પાસેથી અફીણ લાવવાનો પ્રયાસ કરાયો છે. પુણા પોલીસે રાજસ્થાનના એક 16 વર્ષીય કિશોરને 1.98 લાખના અફીણ સાથે ઝડપી પાડ્યો છે. પકડાયલો કિશોરના બેગમાં અફીણ મૂકાયુ હતું. નશાના સોદાગર બાળકના સ્કૂલ બેગમાં અફીણ મૂકીને તેની હેરાફેરી કરાવતા હતા. કિશોર રાજસ્થાનથી સુરતમાં અફીણનો જથ્થો લાવતો હતો.

આ પણ વાંચો :સાંકરદા ગામે આયુર્વેદિક સીરપની આડમાં લોકોને નશો પુરો પાડતી ફેક્ટરી ઝડપાઇ

પોલીસે બાતમીના આધારે કિશોરને અફીણ સાથે પકડ્યો હતો. ડ્રગ્સના હેરાફેરી માટે પહેલા દંપતીનો ઉપયોગ કરાતો હતો, પરંતુ પોલીસ સતર્ક બનતા હવે નશાખોરો બાળકોનો ઉપયોગ કરી રહ્યાં છે. પૂણા પોલીસને માહિતી મળી હતી, જેના આધારે રસ્તા પર અફીણ લઈને જતા કિશોરને પકડી પાડવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે શિક્ષણમંત્રીને કરાઈ રજુઆત, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ – ગુજરાતે ઉપાડી કમાન

ઉલ્લેખનીય છે કે કોઈ બાળક અને વિદ્યાર્થી પર કોઈની ખાસ નજર ન જાય એ માટે કિશોર મારફતે ડ્રગ્સ માફિયા હેરફેર કરતા હોવાનું તારણ છે. બાળકની બેગની તપાસ કરતા તેમાંથી અફીણ મળ્યું જેને પોલીસે કબજે કર્યું છે. પોલીસે આ બાળકિશોરની પણ અટકાયત કરી છે. તો આ અફીણ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને સુરતમાં કોને અપાતું હતું તે દરેક બાબતે સુરત પોલીસ તપાસ કરી રહી છે. મહત્વનું છે કે ઘટના બનતા SOG પોલીસ પણ આ તપાસમાં જોડાઈ છે. કારણકે એક વિદ્યાર્થી દ્વારા હેરફેર કરતા હોવાના મામલાને ગંભીર ગણી, સુરત પોલીસ કમિશ્નર પણ આ તપાસ અંગે સચેત બન્યા છે. અને SOG ને તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો :દાહોદમાં બે વર્ષથી પીડાય રહેલ 35 વર્ષીય મહિલાના પેટમાંથી કાઢી 13 કિલોની ગાંઠ

આ પણ વાંચો :ભાટીયા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીનું પરાક્રમ, આચર્યું કરોડો રૂપિયાનું કૌભાંડ