નિર્દોષ/ દસકા જુના આધેડની આત્મહત્યા કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો 

ગોંડલમાં પુત્રના આર્થિક વ્યવહારમાં પોલીસ મિત્રનો સાથ સહકાર ન મળતા લાગી આવતા આધેડે કેરોસીન છાંટી આત્મહત્યા કર્યા નો દસકા પહેલાનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતા ન્યાયાધીશ એ આરોપીને

Gujarat Trending
gondal court દસકા જુના આધેડની આત્મહત્યા કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો 

વિશ્વાસ ભોજાણી, ગોંડલ @મંતવ્ય ન્યૂઝ

ગોંડલમાં પુત્રના આર્થિક વ્યવહારમાં પોલીસ મિત્રનો સાથ સહકાર ન મળતા લાગી આવતા આધેડે કેરોસીન છાંટી આત્મહત્યા કર્યા નો દસકા પહેલાનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતા ન્યાયાધીશ એ આરોપીને નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો હતો.પ્રાપ્ત વિગત મુજબ વર્ષ 2011માં વિનોદભાઈ ઢોલ કે જેઓ ઘડિયાળ રિપેરિંગનો ધંધો કરતા હતા. અને તેમનો દીકરો ભવ્યેશ ઢોલે આરોપી ટ્રાવેલ્સ ના ધંધાર્થી ગિરિરાજસિંહ કરણસિંહ સરવૈયા સાથે આર્થિક વ્યવહાર કર્યો હતો.

જે બાબતની તકરારમાં બંને વચ્ચે બોલાચાલી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પોચતા જે વાતની જાણ વિનોદભાઈને થતાં તેમણે તેમના જાણીતા પોલીસ ભુપતભાઈ માંજરીયાને ટેલિફોનથી યોગ્ય કરવા જાણ કરતા યોગ્ય જવાબ ના મળતા, લાગી આવતા વિનોદભાઈએ ઘડિયાળ રિપેર કરવાનું પેટ્રોલ શરીર ઉપર છાંટી આત્મ હત્યા કરવાનો પ્રયત્ન કરતાં પ્રાથમિક સારવાર સિવિલ ગોંડલ ખાતે લીધેલ, અને ત્યાર બાદ વધુ તબિયત લથડતાં રાજકોટ સિવિલ માં રિફર કરેલ જ્યાં તેમનું મરણોત્તર નિવેદન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂ નોંધવામાં આવેલ.

 આરોપી ગિરિરાજસિંહ સામે ઈ પી કો કલમ 506(2) મુજબનો ગુન્હો ગોંડલ શહેર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલ, ત્યાર બાદ સારવાર દરમિયાન વિનોદભાઈ નું મૃત્યુ થતાં ઇ. પી. કો. કલમ 306નો ઉમેરો થયેલ આમ તપાસના કામે આરોપી ગિરિરાજસિંહની ધરપકડ થયેલી અને તપાસ ના અંતે આરોપી વિરુદ્ધ ચાર્જશીટ ગોંડલની જોઇન્ટ ડીસ્ટીક કોર્ટ માં દાખલ કરવામાં આવેલું હતુ .સબબ કામની ચાલતી કાર્યવાહી દરિયાન ગુજરનારના પુત્ર ભવ્યેશભાઈ દ્વારા આરોપી ગિરિરાજસિંહ સિવાય અન્ય પોલીસ ના વ્યક્તિ ભુપતભાઈ માંજરીયા ને આરોપી બનાવા નામ. સેસ. અદાલત માં રી-ઇન્વેસ્ટીગેશન ની અરજી આપતા અદાલત દ્વારા મંજૂર કરાયેલ હતી.

ફેર તપાસ ના અંતે પોલીસ હેડ કોન્સ. ભુપતભાઈ આરોપી બનતા નથી તેવો રિપોર્ટ જેતે વખત ના તપાસ કરનાર અધિકારી એ કરતાં ફરી થી ટ્રાયલ માત્ર આરોપી ગિરિરાજસિંહ સામે ચાલવા ઉપર આવેલ, અને ફરિયાદ પક્ષના મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ ટ્રાયલ દરમિયાન રેકર્ડ ઉપર આવેલ,  ફરિયાદ પક્ષ તથા આરોપી પક્ષે યુવા ધારાશાસ્ત્રી નરેન્દ્રસિંહ ઝાલાની મુખ્યત્વે દલીલ સદર બનાવમાં કોઈ જ પ્રકારે આરોપી દ્રારા મરણજનાર ને મૃત્યુ પેહલા કોઈજ દુષ્પ્રેરણ આપવામાં આવેલ નથી કે મળવાનો પ્રસંગ બનેલ નથી.ડી. ડી.મા પણ મરણજનાર દ્રારા માત્ર પોલીસ દ્વારા સરખો જવાબ નહી મળતા લાગી આવેલાનું જણાવેલ છે, અને આત્મદાહનું પગલું ભરેલ છે.આમ મ. જ. વિનોદભાઈને આરોપી દ્રારા કોઇ જ દુઃખ ત્રાસ આપેલ નથી જે ધ્યાને લઇ ઉભય પક્ષોની દલીલના અંતે આરોપીને અત્રે ગોંડલની સેસ. અદાલત ના જોઇન્ટ ડીસ્ટ્રિકટ જજ  આર પી એસ રાઘવ સાહેબ દ્વારા શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ હતો. આરોપી તરફે  વકીલ નરેન્દ્રસિંહ ઝાલા રોકાયેલા હતા.

majboor str 2 દસકા જુના આધેડની આત્મહત્યા કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો