ભારતની વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સ્થળો પર બૉમ્બબારી કરી હતી. જે સ્થળે બોમ્બ વિસ્ફોટ થયા ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીઓએ આ હુમલા પછી ત્યાં એમ્બ્યુલન્સથી 35 શબ ત્યાંથી બહાર લઇ જવાની વાત કરી છે.
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, ઝૂંપડીમાં રહેતા 12 લોકો સુઈ રહ્યા હતા તે લોકો પણ મૃતકોમાં સામેલ હતા. તેની સાથે કેટલાક એવા લોકો પણ હતા જે પાકિસ્તાનની સેનામાં કામ કરી ચુક્યા હતા.
એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે બોમ્બબારી થઈ એના થોડાક જ સમય બાદ સ્થાનીય પ્રશાસન ત્યાં આવી ગયું પરંતુ પુરા વિસ્તારને સેનાએ પહેલેથી જ કબજો કરી લીધો હતો અને સૈન્યએ પોલીસને પણ આ વિસ્તારમાં નહોતા જવા દીધા. સેના દ્વારા એમ્બ્યુલન્સ પર હાજર મેડિકલ સ્ટાફથી મોબાઇલ ફોન પણ લઈ લીધા હતા.
સ્થાનિક સરકારી અધિકારીઓએ માટે કામ કરનારા સૂત્રોએ ઓળખ છુપાવવાની શરત પર માહિતી આપી અને કહ્યું કે મીડિયા સાથે વાત કરવા માટે અધિકૃત નથી. પત્રકારે એન્ક્રિપ્ટેડ સંચાર સાધનોનો ઉપયોગ કરી પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પૂર્વ પાકિસ્તાની આઈએસઆઈ અધિકારી જે કર્નલ સલીમ તરીકે ઓળખાય છે, તે માર્યો ગયો જ્યારે એક કર્નલ જાર જાકિરી ઘાયલ થઈ ગયો હતો. પેશાવરના જૈશ-એ-મોહમ્મદના ટ્રેનર મુફ્તી મોઇન અને વિસ્ફોટક ઉપકરણ-નિર્માણ વિશેષજ્ઞ ઉસ્માન ગની પણ માર્યો ગયો.
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, ફિદાયીન ટ્રેનિંગ કરી ચૂકેલા 12 જેટલા જૈશ-એ-મોહમ્મદ આતંકી અસ્થાઈ ઝૂંપડીમાં રહેતા હતા. જે બોમ્બમારામાં માર્યા ગયા. જોકે, આ વિસ્તારના પ્રત્યક્ષદર્શી અલગ-અલગ વાતો કરી રહ્યા છે. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે જાબા ટોપમાં કોઈ જૈશ-એ-મોહમ્મદના આતંકી નહોતા.
