Gujrat News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકોની સુવિધા માટે નવનિર્મિત સ્વ. બંસીભાઈ પ્રાણલાલ પટેલ બોડકદેવ સબ-ઝોનલ ઓફિસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું.

મુખ્યમંત્રીએ અન્ય ઉપસ્થિત મહાનુભાવો સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવનિર્મિત સબ ઝોનલ ઑફિસનું નિરીક્ષણ કર્યું હતું.

આ નવું વહીવટી કેન્દ્ર પશ્ચિમ ઝોનના વિસ્તારમાં આવતા નાગરિકો માટે વહીવટી સરળતાનું માધ્યમ બનશે. આ અત્યાધુનિક સબ-ઝોનલ ઓફિસના કાર્યરત થવાથી બોડકદેવ અને તેની આસપાસના વિસ્તારના રહીશોને હવે મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતા કામકાજ માટે મુખ્ય ઝોનલ ઓફિસ સુધી જવું પડશે નહીં.

આ ભવનમાં ટેક્સ કલેક્શન, સિવિક સેન્ટર અને વિવિધ વહીવટી સેવાઓ માટે અદ્યતન માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેનો સીધો લાભ સ્થાનિક જનતાને મળશે.આ સુવિધાથી પશ્ચિમ અમદાવાદના વહીવટી માળખામાં નોંધપાત્ર સુધારો થશે અને નાગરિકોના સમય અને શક્તિની બચત થશે.

આ પ્રસંગે મેયર પ્રતિભાબહેન જૈન, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, સંગઠનના અગ્રણીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ વિદ્યાવિહારના વર્ગખંડોની મુલાકાત લીધી
આ પણ વાંચો: ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન,નામ બદલી દીકરીઓને ફસાવનારને નહીં છોડે સરકાર
આ પણ વાંચો: હર્ષ સંઘવીએ તહેવારોમાં આ સફળ આયોજન બદલ એસ.ટી. નિગમના ડ્રાઈવર-કંડકટરોને અભિનંદન પાઠવ્યા…
