નવી દિલ્હી,
હાલમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં જુદા જુદા પીણા અને ડ્રીંક્સ માટેના માર્કેટ કદમાં વધારો થઇ રહ્યો છે. સોફ્ટ ડ્રીંક્સની વાત કરવામાં આવે તો તેનુ માર્કેટ કદ પણ હાલમાં રોકેટ ગતિથી વધીને 52400 કરોડ સુધી પહોંચી ગયુ છે. આવી જ રીતે બિયરનુ માર્કેટ કદ 46000 કરોડ સુધી પહોંચી ગયુ છે. લિક્વિડ મિલ્કન વાત કરવામાં આવે તો તેનુ માર્કેટ કદ પણ હાલમાં વધી રહ્યુ છે. ચા, જ્યુસ અને કોફીના ક્ષેત્રમાં પણ હાલમાં આવી જ સ્થિતી રહી છે. બોટલમાં મળતા પાણીના માર્કેટનુ કદ પણ રોકેટ ગતિથી વધી રહ્યુ છે. આંકડામાં ઝડપી વધારો થશે.
દેશમાં હાલમાં અતિ ઝડપથી કોફી, બોટલમાં પાણી, જ્યુસ, લિક્વિડ અને અન્ય લોકપ્રિય ચીજાનુ માર્કેટ કદ વધી રહ્યુ છે. કઇ ચીજનુ માર્કેટ કદ હાલમાં કેટલુ છે તે નીચે મુજબ છે.
કોફીનુ માર્કેટ કદ 3700 કરોડ
બોટલમાં પાણીનુ માર્કેટ કદ 6100 કરોડ
જ્યુસનુ માર્કેટ કદ 10100 કરોડ
ટી અથવા ચાનુ માર્કેટ કદ 14500 કરોડ
લિક્વિડ મિલ્કનુ માર્કેટ કદ 30000 કરોડ
બિયરનુ માર્કેટ કદ 46000 કરોડ
સોફ્ટ ડ્રિંક્સનુ માર્કેટ કદ 52400 કરોડ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
