Mahesana News: મહેસાણા વિજાપુર આંગણવાડીમાં તસ્કરો ત્રાટક્યા છે. વિજાપુર આંગણવાડી કેન્દ્ર-5માં આ બનાવ બન્યો છે. આંગણવાડીમાંથી તસ્કરો મુદ્દામાલ લઈને ફરાર થયા છે. તસ્કરો આંગણવાડીમાંથી તેલના ડબ્બા, સિલિંગ ફેન સહિતની વસ્તુઓની ચોરી કરી ગયા છે.
આંગણવાડી કાર્યકરે તસ્કરોની સામે ફરિયાદ નોંધાવી છે. વિજાપુર પોલીસ સ્ટેશનમાં તસ્કરો સામે ફરિયાદ નોંધાઈ છે. તસ્કરો આંગણવાડી કેન્દ્રનો તમામ સામાન ચોરી ગયા છે, કશું રહેવા દીધું નથી. તેલના ડબ્બાથી લઈ સિલિગ ફેન, કેરમ, લોટનો ડબ્બો પણ છોડ્યો નથી.
ફકત એટલું જ નહીં ગયા વર્ષે મહેસાણા નગરપાલિકાના વિસ્તારમાં ભૂગર્ભ ગટર ના ગંદા પાણી ના પંપિંગ માટે પંપિંગ સ્ટેશનો માં લગાવેલી મોટરોની ચોરી થઈ ગઈ હોવાના મુદ્દે પાલિકા એ ખુલાસો કર્યો છે. દરબાર ગ્રુપ નામ ની એજન્સીનો ભૂગર્ભ ગટર સફાઈ નો કોન્ટ્રાકટ બે વર્ષ અગાઉ દરબાર નામની એજન્સી ને આપવામાં આવ્યો હતો.પરંતું તાજેતરમાં પાલિકા એ પંપિંગ સ્ટેશનો ની તપાસ કરતા 25 જેટલી પંપિંગ ની મોટરો ગાયબ થઈ હોવાનું સામે આવ્યું હતું.
મોટર ગાયબ થઈ અને ચોરી થઈ હોવાના વિવાદ વચ્ચે દરબાર નામની એજન્સી એ પાલિકા ની જાણ બહાર મહાકાળી કોર્પોરેશનને રીપેર કરવા આપી હોવાનું પ્રકાશ માં આવ્યું છે. પાલિકાના પંપિંગ સ્ટેશન ની 25 ના બદલે 20 મોટરો ગાયબ થઈ હતી અને એ તમામ મોટરો રીપેરીંગ માં હોવાનું પાલિકા એ ખુલાસો કર્યો છે.
છેલ્લા એક માસ થી દરબાર એજન્સી એ ભૂગર્ભ ગટર સફાઈ નું કામ બંધ કરેલું છે અને હવે એક વર્ષ બાદ મોટરો ગાયબ હોવાના ખુલાસા બાદ મોટરો રીપેરીંગ બીલ ચુકાવ્યું ના હોવાથી મહાકાળી કોર્પોરેશન એ પરત આપી નથી.આમ,દરબાર એજન્સી ના અગાઉ ના લાખ્ખો રૂપિયા બીલ બાકી હોવા ઉપરાંત હાલ ની 20 મોટરો નું રીપેરીંગ બીલ 7 લાખ ચૂકવાયું ના હોવાથી મહાકાળી કોર્પોરેશન એ મોટરો ઘણાં લાંબા સમય થી પરત કરી નથી. અને આજ કારણોસર પંપિંગ સ્ટેશન ની મોટરો ચોરી થઈ ગઈ હોવાનો વિવાદ સર્જાયો છે.
આ પણ વાંચો: મહેસાણા નગરપાલિકા પંપિંગ સ્ટેશનની 25 જેટલી મોટરો ચોરી થતા સર્જાયો વિવાદ
આ પણ વાંચો: મહેસાણા: ઊંઝા શ્રી નાથજી રેસિડેન્સીના બંધ મકાનમાં ચોરી
