Navsari News:નવસારીના ડાભેલ ગામે તાજેતરમાં બનેલી દુઃખદ ઘટનામાં આદિવાસી યુવક સ્વ. દીપક હળપતિની કરપીણ હત્યા થઈ હતી. આ ઘટના બાદ વલસાડ-ડાંગ લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલે (Dhawal Patel) તાત્કાલિક પ્રતિસાદ આપતાં પીડિત પરિવારને મળીને જરૂરી સહાય પૂરી પાડી છે અને ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.ગત દિવસોમાં ડાભેલ ગામે ગૌહત્યા અટકાવવા ગયેલા દીપક હળપતિ (Deepak Halapati) પર કેટલાક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા દીપકને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેઓ સારવાર દરમિયાન અવસાન પામ્યા હતા. આ ઘટનાએ આદિવાસી સમાજમાં ભારે રોષ અને આક્રોશ પેદા કર્યો છે.
સાંસદ ધવલ પટેલે (Dhawal Patel) મૃતકના પરિવારની કરી મદદ

સાંસદ ધવલ પટેલે (Dhawal Patel) પોતાના વલસાડ (Valsad) નિવાસસ્થાનેથી તાત્કાલિક પગલાં લેતાં પીડિત પરિવારને મળવા માટે વ્યવસ્થા કરી હતી. તેમણે સ્વ. દીપકના પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપી અને તેમની મુશ્કેલીના સમયમાં સાથે ઊભા રહેવાનું વચન આપ્યું હતું. આ ઉપરાંત, પરિવારની તાત્કાલિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આવશ્યક સામગ્રી જેવી કે અનાજ, તેલ, રાશન, ધાબળા, કપડાં તેમજ સ્વ. દીપકના બાળકો માટે પુસ્તકો અને અન્ય જરૂરી વસ્તુઓ ડાભેલ ખાતે મોકલી આપવામાં આવી છે.સાંસદ ધવલ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, “આદિવાસી સમાજના (Tribal society) દરેક પરિવારને હું પોતાનો પરિવાર માનું છું.

મુશ્કેલીના સમયમાં અંબાજીથી ઉમરગામ સુધીના તમામ આદિવાસી ભાઈ-બહેનો સાથે ખભે-ખભા મિલાવીને ઊભો રહીશ. આ ઘટનામાં દોષિતોને કડક સજા થાય તે માટે હું સંપૂર્ણ પ્રયત્ન કરીશ અને પરિવારને દરેક પ્રકારની સહાય પૂરી પાડીશ.”ધવલ પટેલ (Dhawal Patel) આદિવાસી સમાજના હિતો માટે હંમેશા સક્રિય રહે છે અને વલસાડ-ડાંગ વિસ્તારમાં આદિવાસી વિકાસ માટે અનેક કાર્યો કરી ચૂક્યા છે. આ ઘટના બાદ તેમની આ ત્વરિત પ્રતિક્રિયા અને સહાયથી પીડિત પરિવારને મોટો આધાર મળ્યો છે. સ્થાનિકોમાં પણ સાંસદની આ કાર્યવાહીની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃનવસારી કૃષિ યુનિવર્સિટીમાં મજૂરની હત્યા, સમયપાલન મુદ્દે ચોકીદારે ચાકુથી કર્યો ઘાતક હુમલો
આ પણ વાંચોઃનવસારીમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના બાદ DEOએ આપ્યા તાત્કાલિક તપાસના આદેશ
આ પણ વાંચોઃનવસારીમાં શિક્ષકે વિદ્યાર્થીને સાત તમાચા માર્યા, પૂછ્યું કે શું તેને ઈર્ષ્યા થઈ રહી છે
