Navsari News:નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની એક ખાનગી પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા ધોરણ-6ના વિદ્યાર્થીને લાકડીથી બેરહેમીથી માર મારવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જિલ્લા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. બાળકના માતા-પિતા દ્વારા ફરિયાદ નોંધાવતાં જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ડૉ. એન.એસ. પટેલે તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપ્યા છે.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DEOએ ત્રણ સભ્યોની ખાસ તપાસ ટીમની રચના કરી છે. આ ટીમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના પ્રતિનિધિ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ બાળ સુરક્ષા એકમ (Child Protection Unit)ના અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમે આજે જ ઘટનાસ્થળે પહોંચીને શાળા સંચાલકો, શિક્ષકો, Students તેમજ પીડિત બાળકના વાલીઓના નિવેદનો નોંધ્યા છે. બાળકની તબિયતની તપાસ માટે તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.આ પ્રકારની ઘટનાઓ જિલ્લામાં વારંવાર બની રહી હોવાથી D E Oએ આજે સાંજે જ જિલ્લાના તમામ પ્રાથમિક-માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકો તથા આચાર્યો સાથે તાત્કાલિક વીડિયો કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.
આ કોન્ફરન્સમાં DEOએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે,“કોઈ પણ સંજોગોમાં Students શારીરિક કે માનસિક સજા આપવી એ ગંભીર ગુનો છે. RTE Act-2009 તથા Juvenile Justice Act હેઠળ આવી કાર્યવાહી કરનાર શિક્ષક કે સંચાલક વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થશે. આવી ઘટના ફરી બને તો સંસ્થાની માન્યતા પણ રદ કરવામાં આવશે.”તપાસ ટીમનો અહેવાલ આવ્યા બાદ આરોપી શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવા તેમજ શાળા સંચાલન સમિતિ વિરુદ્ધ પગલાં લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેમ DEOએ જણાવ્યું છે.

