Gujarat News/ ગુજરાતમાં દારૂબંધીના ‘ઢંઢેરા’ સામે હકીકત, 48 હજારથી વધુ ફરિયાદો છતાં બુટલેગરો બેફામ 

દારૂબંધી અંગે છેલ્લા ત્રણેક વર્ષમાં દારૂના અડ્ડા અને બુટલેગરો સામે કુલ 48,387 લેખિત ફરિયાદો સરકાર અને પોલીસ પાસે પહોંચી છે, પરંતુ તેના પર થયેલી કાર્યવાહી અંગે સરકાર મૌન છે.

Top Stories Gujarat Breaking News
દારૂબંધી

Gujarat News: ગુજરાત એ રાજ્ય જેને ‘દારૂબંધીનું મોડેલ’ કહીને દેશભરમાં ગૌરવ અપાવવામાં આવે છે તેની અંદરની હકીકત હવે ખુલ્લેખુલ્લી થઈ રહી છે. ગૃહ વિભાગના પોતાના જ આંકડા જાહેર કરે છે કે છેલ્લા ત્રણેક વર્ષમાં દારૂના અડ્ડા અને બુટલેગરો સામે કુલ 48,387 લેખિત ફરિયાદો સરકાર અને પોલીસ પાસે પહોંચી છે, પરંતુ તેના પર થયેલી કાર્યવાહી અંગે સરકાર મૌન છે.

દારૂબંધી બાબતે :

ગુજરાત સરકારે પોતે જ અહેવાલ આપ્યો હતો કે 2020-21માં દારૂની દુકાનો અને બૂટલેગરો સામે 14,214 ફરીયાદો મળી હતી. 2021-22માં સરકાર અને પોલીસને 17,857 ફરિયાદો મળી હતી. 2023-24માં દારૂ અને ડ્રગ્સ વેચતા બૂટલેગરો સામે 16,316 ફરીયાદો મળી હતી. ત્રણ વર્ષમાં કુલ 48,387 ફરીયાદો મળી હતી. જોકે, જાહેર ફરીયાદો મળવા છતાં સરકારે શું કાર્યવાહી કરી તે જાહેર કર્યું નથી.

આ આંકડા ગુજરાત (Gujarat) વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર કરેલા પ્રશ્નના જવાબમાં આપવામાં આવ્યા હતા. સૌથી મોટી વાત એ છે કે આટલી બધી ફરિયાદો પછી કેટલા અડ્ડા બંધ થયા, કેટલા મોટા બૂટલેગરોની ધરપકડ થઈ, કેટલી સંપત્તિ જપ્ત થઈ આ કોઈપણ પ્રશ્નનો જવાબ સરકાર આપી શકી નથી.

અમદાવાદ (Ahmedabad) અને સુરતમાં (Surat) સૌથી વધુ ફરીયાદો નોંધાઈ છે, પરંતુ ગુજરાતનો એક પણ જિલ્લો એવો નથી જ્યાં દારૂ-ડ્રગ્સના અડ્ડા સામે ફરીયાદ ન થઈ હોય. ગાંધીનગરથી લઈને કચ્છ સુધી, દક્ષિણ ગુજરાતના જંગલોમાંથી લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સુધી – બૂટલેગરોનું નેટવર્ક બેખોફ ચાલે છે.

ગઈ 2024ની વિધાનસભા ચૂંટણી પહેલાં નાયબ મુખ્યમંત્રીએ જાહેર સભાઓમાં ઘોષણા કરી હતી કે “દારૂ-ડ્રગ્સની ફરીયાદ હોય તો મને સીધા કહેજો, 24 કલાકમાં દરોડો પડાવીશ.” પરંતુ 48 હજારથી વધુ ફરીયાદો પછી પણ એક પણ મોટો દરોડો કે મોટા બૂટલેગરની ધરપકડના સમાચાર નથી. લોકોનો સવાલ છે  શું 24 કલાકનું વચન ફક્ત ચૂંટણી માટે હતું?

છેલ્લા ત્રણ વર્ષમાં બૂટલેગરોએ પોલીસ પર 28 હુમલા કર્યા છે. આમાં 21 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ 28 માંથી 29 આરોપીઓ હજુ પણ પોલીસના હાથમાં નથી.જે ગુજરાત પોલીસ ગુંડા-આતંકવાદીઓને કલાકોમાં પકડી પાડે છે, તે જ પોલીસ બૂટલેગરોને શોધી શકતી નથી આ જ સવાલ જનતામાં રોષ ભભૂકી રહ્યો છે.

2024 માં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ટોચના બૂટલેગરો પર 20,000 થી 1 લાખ સુધીનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. એક વર્ષ વીતી ગયું, પણ એક પણ મોટો બૂટલેગર પકડાયો નથી.આ સમગ્ર મુદ્દે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ મોટું આંદોલન શરૂ કર્યું છે. “દારૂ ડ્રગ્સ મુક્ત ગુજરાત”ના નામે રાજ્યભરમાં રેલીઓ, જનસભાઓ અને ધરણાં યોજાઈ રહ્યાં છે. લોકોનો મોટો પડકાર મળી રહ્યો છે. મેવાણીનો આક્ષેપ છે“દારૂબંધીનું નામ લઈને ભાજપ 50 વર્ષથી ગુજરાતની જનતાની સાથે છેતરપિંડી કરી રહી છે. આજે બૂટલેગરોને ખાખી અને કેસરીય બંનેનો આશરો છે.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં દારૂબંધીની ઠેકડી ઉડાડતો દારૂનો કારોબાર

આ પણ વાંચો:ગુજરાતમાં દારૂબંધી શું નિષ્ફળ કવાયત છે?

આ પણ વાંચો:ગુજરાતમાં આ કેવી દારૂબંધી છે? ક્યારેક હોડી, ક્યારેક એમ્બ્યુલન્સ… આ વખતે દાણચોરીની નવી પદ્ધતિ શોધાઈ, પોલીસ પણ ચોંકી ગઈ