Climate News: શિયાળાની ઋતુ કેટલાક લોકો માટે મુશ્કેલીભર્યું હોય છે તો ઘણા લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હોય છે. શિયાળાની ઠંડીમાં કેટલાક લોકો બરફ સાથે રમવા પડાપડી કરતા હોય છે. આ જ કારણ છે જેના લીધે લોકો કાશ્મીર, શિમલા, મનાલી વગેરે ફરવા જતા હોય છે અને ત્યાં જઈ સ્નો ફોલનો આનંદ માણતા હોય છે. જોકે, આ વર્ષની ઠંડી બરફ પ્રેમીઓ માટે નિરાશાજનક રહી છે. આ સિઝનમાં ગુલમર્ગ સહિત લગભગ પૂરા કાશ્મીરમાં બરફ જોવા જ ન મળ્યો. તેવામાં પ્રવાસીઓ જ નહીં પરંતુ સ્થાનિકો પણ આ ફેરફારથી નિરાશ થયા છે.

ત્યાં જ આ ઋતુને લઈ નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે આ સ્થિતિમાં અલ નીનો ઈફેક્ટ અને જળવાયુ પરિવર્તન પરસ્પર રીતે જવાબદાર ગણાય છે. જેના કારણે કાશ્મીરમાં તાપમાનમાં વધારો થયો છે અને વરસાદમાં સદંતર ઘટાડો જોવા મળ્યો છે. તો જાણો આ અલ નીનો ઈફેક્ટ શું છે અને કાશ્મીરમાં બરફની ચાદર ગાયબ થઈ છે તેનું કારણ શું છે.
અલ નીનો ઈફેક્ટ શું છે?
અલ નીનો ઋતુથી જોડાયેલી એક વિશેષ ઘટના છે, જેમાં મધ્ય અને પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં સમુદ્રનું તાપમાન સામાન્ય થી વધારે થાય ત્યારે અલ નીનો સક્રિય થાય છે. સરળ ભાષામાં કહેવાય તો આ સ્થિતિ સર્જાય છે ત્યારે તાપમાનમાં વધારો થાય છે. એટલે કે ગરમીનો પારો ઊંચો જાય છે. આ દુનિયાભરની ઋતુઓને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.

ભારતમાં આ મોનસૂન (ચોમાસું) પ્રણાલીને પ્રભાવિત (અસર) કરે છે. જેથી અમુક વિસ્તારોમાં વરસાદ ઓછો થાય છે તો ક્યાંક પૂરની સ્થિતિ સર્જાતી હોય છે. ઉદાહરણ તરીકે, ગત વર્ષે ઉત્તર ભારતમાં ઓગષ્ટ મહિનો સૌથી સૂકો જોવા મળ્યો હતો. આવું ત્યારે થયું જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી વિનાશકારી ભૂસ્ખલન થયું.
કાશ્મીરમાં બરફની ચાદર ગાયબ થઈ ગઈ?
વાતાવરણમાં થતાં ફેરફારો અને અલ નીનો ઈફેક્ટને કારણે પ્રવાસીઓનું મનગમતું ગુલમર્ગ આ વર્ષે શુષ્ક રહ્યું. એક રિપોર્ટ મુજબ, સામાન્ય રીતે જાન્યુઆરીમાં 130.61 સેમી જેટલો બરફ પડતો હોય છે. પરંતુ આ વર્ષે હજુ સુધી વરસાદ જોવા મળ્યો નથી. આ અગાઉ લેહ-લદાખના મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ વર્ષ 1998 અને 2016માં ગુલમર્ગમાં વરસાદ ઓછો જોવા મળ્યો હતો.

ગુલમર્ગમાં બરફ કેમ પડ્યો નહીં…
કાશ્મીરમાં વર્ષા ન થવાનું મુખ્ય કારણ એ છે કે પશ્ચિમી વિક્ષોભ (Western Disturbance) નબળું રહ્યું છે. તેમજ અલ નીનો નો વધતો પ્રભાવ બરફ ગાયબ કરવાનું મુખ્ય કારણ ગણાય છે. તે સિવાય અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણનું સર્ક્યુલેશન પેટર્નને અસર થાય છે.

શું બરફ ના પડે તો નુકસાન થાય?
જળવાયુ સંકટ અને ગ્લોબલ વોર્મિંગના લીધે આ ક્ષેત્રોમાં પેટર્નમાં થતાં ફેરફારોની અસર પ્રવાસન પર જ નહીં, પણ અન્ય ગંભીર પરિણામો પણ સર્જતા હોય છે. તેના કારણે આ ક્ષેત્રોમાં પાણીની ઉપલબ્ધતા પર અસર જોવા મળશે. ગ્લેશિયર અને બરફ પીગળવા લાગશે. હિમાચલમાં પીગળેલો બરફ ઘણી વખત આડી અવળી નવી ધારાઓમાં બદલાતી જોવા મળે છે.
તે ઉપરાંત, કાશ્મીર અને હિમાચલ પ્રદેશ બંનેમાં સફરજનની ખેતી પર પણ અસર પડે છે. બરફ પડે છે ત્યારે સફરજનની ખેતી સારી થાય છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
