Navsari News : ગુજરાતના નવસારીમાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીને તમાચા માર્યા સાથે માર મારવાનો બનાવ બન્યો છે. જેમાં નવસારીની ભક્તાશ્રમ ઈંગ્લિશ મિડીયમમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સાત થપ્પડ મારી દીધી હતી.એવો આરોપ છે કે વિદ્યાર્થીને ભૌતિકશાસ્ત્રના શિક્ષક જયદીપ શાહે સતત સાત વખત થપ્પડ મારી હતી, હુમલાને લઈને વિદ્યાર્થીના ગાલ લાલ થઈ ગયા હતા અને આંગળીઓના નિશાન પણ પડી ગયા હતા.
વર્ગખંડમાં થયેલી એક નાની ઘટનાને કારણે શારીરિક ઝઘડો થયો
આ બનાવની વિગત મુજબ બેન્ચ ખસેડવા મામલે બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક વિદ્યાર્થી નીચે પડી ગયો હતો. જ્યારે અન્ય બે વિદ્યાર્થી હસતા હસતા પાછા બેસી ગયા હતા, એવિં પિડીતનું કહેલું છે.. બીજીતરફ શિક્ષક જયદીપ શાહે આ બનાવને ગંભીરતાથી લીધો હતો. જેમાં ઉશ્કેરાયેલા શિક્ષક દ્વારા એક વિદ્યાર્થીના ગાલ પર થપ્પડો મારી દીધી હતી.
આ બનાવ બાદ વિદ્યાર્થીને શિક્ષકે ચહેરો ધોવા માટે મોકલ્યો હતો. વિદ્યાર્થી ચહેરો સાફ કરીને પરત આવ્યો ત્યારે શું તે બળી રહ્યું છે? એમ શિક્ષકે પુછ્યું હતું. જેના જવાબમાં વિદ્યાર્થી હા કહી હતી. બાદમાં ગાલ પર સોજો અને અસહ્ય દુખાવાને કારણે સારવાર અર્થે વિદ્યાર્થીને નવસારી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને સારવાર આપવામાંઆવી હતી.
શિક્ષકે વિદ્યાર્થીને તમાચા માર્યા મામલે વાલીઓએ વિરોધ નોંધાવ્યો, પોલીસ ફરિયાદ નહીં
જોકે વિદ્યાર્થીના પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ આચાર્ય અને શાળા મેનેજમેન્ટ તથા શિક્ષક સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.બીજીતરફ શાળા પ્રશાસને શિક્ષકને ઠપકો આપ્યો હતો. શિક્ષકને ફોન કરીને શાળાના આચાર્ય પરિમલ પટેલે ઠપકો આપ્યો.
તેમણે કહ્યું કે બાળકોને વર્ગમાં મસ્તી કરતા જોઈને શિક્ષકને લાગ્યું કે કોઈને ઈજા થઈ શકે છે અને તેમની એકાગ્રતા ખોરવાઈ શકે છે, તેથી તેમણે પોતાના ભલા માટે વિદ્યાર્થીને થપ્પડ મારી. પરિવારના વિરોધ બાદ, શાળાએ ખાતરી આપી કે આવી ઘટના ફરી નહીં બને. બાજીતરફ આ મામલે આંતરિક તપાસ શાળા પ્રશાસને શરૂ કરી છે.
