26 ફેબ્રુઆરીએ આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતની હત્યા કર્યા બાદ મોડી રાત્રે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો છે. શરૂઆતમાં આટલી જ માહિતી બહાર આવી રહી છે. હાલ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
આ ઘટના સોમવારે મોડી રાત્રે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પુલવામા જિલ્લાના પદગામપોરા અવંતિપોરામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી તેની સુરક્ષા દળોએ ઘેરાબંધી કરી હતી. આ પછી, પોલીસ અને સુરક્ષા દળોએ સાથે મળીને સ્થળ પર એન્કાઉન્ટર ઓપરેશન હાથ ધર્યું. જેમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. એન્કાઉન્ટર હજુ ચાલુ છે. માર્યા ગયેલા આતંકવાદીનો મૃતદેહ મળ્યો નથી.
#AwantiporaEncounterUpdate: 01 #terrorist killed. Body of the killed terrorist yet to be retrieved. #Encounter in progress. Further details shall follow.@JmuKmrPolice https://t.co/2Wl6bIhYZH
— Kashmir Zone Police (@KashmirPolice) February 27, 2023
કહેવામાં આવી રહ્યું છે કે 26 ફેબ્રુઆરીએ કાશ્મીરી પંડિત સંજય શર્મા પર થયેલા આતંકી હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ગોળી વાગતાં સંજયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો:AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના વેવાઈએ કરી આત્મહત્યા, પોતાને ગોળી મારી ટુંકાવ્યું જીવન
આ પણ વાંચો:તૃણમૂલ કોંગ્રેસનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ હેક, હેકર્સે DP પણ બદલી
આ પણ વાંચો:‘હિંદુ ધર્મમાં કોઈ કટ્ટરતા નથી’, જાણો કેમ સુપ્રીમ કોર્ટે કહી આ વાત
આ પણ વાંચો:ટેક સિટી બેંગલુરુમાં એલોન મસ્કની ‘પૂજા’ કરતા લોકો, કારણ જાણીને તમને થશે આશ્ચર્ય
