Jharkhand news/ પહેલગામ હુમલા અંગે મલ્લિકાર્જુન ખડગેએ PM મોદી પર લગાવ્યો ગંભીર આરોપ

રાંચીની એક સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સભાને સંબોધતા પહેલગામ હુમલા અંગે PM મોદી પર ગંભીર આરોપ લગાવ્યો હતો.

India Top Stories

jharkhand news મલ્લિકાર્જુન ખડગે સમાચાર: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે પીએમ મોદીને હુમલાના ત્રણ દિવસ પહેલા ગુપ્તચર અહેવાલ મળ્યો હતો. ખડગેએ દાવો કર્યો હતો કે રિપોર્ટ મળ્યા બાદ પીએમ મોદીએ તેમની જમ્મુ અને કાશ્મીર મુલાકાત રદ કરી દીધી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાંચીની એક સભામાં દાવો કર્યો હતો કે, પીએમને હુમલાના 3 દિવસ પહેલા ગુપ્તચર અહેવાલ મળી ગયો હતો. તેમણે દાવો કર્યો હતો કે, રિપોર્ટ મળ્યા પછી પીએમ એ પોતાની જમ્મુ અને કાશ્મીર મુલાકાત રદ કરી દીધી હતી.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે રાંચીમાં કોંગ્રેસની સંવિધાન બચાવો રેલીમાં જોડાવવા પહોંચ્યા હતા. જૂની વિધાનસભાની સામેના મેદાનમાં આયોજિત જાહેર સભાને સંબોધિત કરી. મલ્લિકાર્જુન ખડગેએ રાંચીમાં પહલગામ આતંકી હુમલા અંગે પીએમ મોદી પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો હતો કે, પીએમ મોદીને હુમલાનો 3 દિવસ પહેલા ગુપ્તચર અહેવાલ મળ્યો હતો.

ખડગેએ કહ્યું કે, દેશની ગુપ્તચર એજન્સીએઓએ આતંકી હુમલાની આશંકા વ્યક્ત તો કરી હતી. જે માહિતી મળ્યા બાદ પીએમ મોદીએ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું કે, મારો પ્રશ્ન એ છે કે, જ્યારે ગુપ્તચર એજન્સીએ આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી હતી તો સરકારે તેના વિશે ચેતવણી કેમ ન આપી?

ઉપરાંત ખડગેએ કહ્યું કે, આ કિસ્સામાં સરકારે સ્વીકાર્યુ હતું કે, આ એક ગુપ્તચર નિષ્ફળતા રહેલી છે. જેને સુધારો કરવાની જરુર છે. જ્યારે સરકારને ગુપ્ત માહિતીના અભાવની જાણ હતી. તો શા માટે અગાઉથી કોઈ જાણ ન કરવામાં આવી. શું સરકારે પહેલગામ હુમલામાં થયેલા જાનમાલના નુકશાન માટે જવાબદાર ન ગણવું જોઈએ, જ્યારે તેણે પોતે ગુપ્તચર ભૂલો સ્વીકારી છે?

કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, ઝારખંડમાં ગઠબંધન સરકાર બન્યા પછી હું પહેલી વાર અહીં આવ્યો છું. હું ઝારખંડના તમામ લોકોનો હ્રદયથી આભાર માનું છું. તમારા કારણે અમને બહુમતી મળી અને આજે ઝારખંડમાં એક મજબૂત સરકાર ચાલી રહી છે. અમે જનતાને આપેલા બધા વચનો પૂર્ણ કરી રહ્યા છીએ. અમારી સરકારના મંત્રીઓએ અને ધારાસભ્યોએ બધા સાથે મળીને લોકોની સાથે સારુ કામ કર્યુ છે. માટે હું બધાનો આભાર માનું છું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નાગરિક સંરક્ષણ માટે મોક ડ્રીલ એક સિમ્યુલેટેડ કટોકટી કવાયત,અસરકારક રીતે પ્રતિક્રિયા આપવા માટે તૈયાર કરવા માટે રચાયેલ છે

આ પણ વાંચો:ભારત-પાકિસ્તાન સંઘર્ષ: નાગરિક સુરક્ષા માટે મોક ડ્રીલ યોજવી જોઈએ, ગૃહ મંત્રાલયે ઘણા રાજ્યોને સૂચનાઓ જારી કરી છે

આ પણ વાંચો:દેશમાં કોરોનાના કેસ વધતા કેન્દ્રીય મંત્રીએ કરી બેઠક, આ તારીખે કરવામાં આવશે મોક ડ્રીલ