Not Set/ અમદાવાદની બ્લડ બેંકો આ વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહી છે

અમદાવાદ, અમદાવાદ શહેરની મોટાભાગની બ્લડ બેન્કો આજકાલ એક સમસ્યાનો સામનો કરી રહી છે. અમદાવાદની બ્લડ બેંકોમાં રેર ગણાય તેવા લોહીના દાતાઓની અછત જોવા મળી રહી છે. શહેરમાં દર્દીઓને લોહીની જરુરિયાતને પહોંચી વળવા માટે બ્લડ બેન્કો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અવારનવાર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રેર બ્લડના રક્તદાતાઓની અછતને કારણે […]

Gujarat

અમદાવાદ,

અમદાવાદ શહેરની મોટાભાગની બ્લડ બેન્કો આજકાલ એક સમસ્યાનો સામનો કરી રહી છે. અમદાવાદની બ્લડ બેંકોમાં રેર ગણાય તેવા લોહીના દાતાઓની અછત જોવા મળી રહી છે. શહેરમાં દર્દીઓને લોહીની જરુરિયાતને પહોંચી વળવા માટે બ્લડ બેન્કો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અવારનવાર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રેર બ્લડના રક્તદાતાઓની અછતને કારણે બ્લડબેન્કવાળા પણ મૂંઝવણમાં મુકાયા છે અને પ્રાર્થના કરી રહ્યાં છે તે આવા પ્રકારના લોહીની જરુરિયાત ના ઉભી થાય.

અમદાવાદ શહેરમાં નેગેટિવ બ્લડ ગ્રુપવાળાઓની રક્તદાન કેમ્પમાં ઓછી હાજરીથી આ સમસ્યા સર્જાઈ છે. રેર બ્લડ ગ્રુપ કે પછી બહુ ઓછા લોકોમાં જોવા મળનાર બ્લડ ગ્રુપનાં રક્તદાતાઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો હોવાનું સામે આવ્યું છે.

આ અંગે રેડ ક્રોસ સંસ્થાના સૂત્રો અનુસાર, શહેરમાં રક્તદાતાઓની સંખ્યામાં કોઇ ઘટાડો નથી થયો. પરંતુ રેર બ્લડ ગ્રુપવાળા રક્તદાતાઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી રહી છે. પ્રત્યેક 100 રક્તદાતાઓમાંથી ત્રણથી ચાર રેર બ્લડગ્રુપવાળા રક્તદાતા હાલ રક્તદાન કરતા હોય છે. તો પ્રત્યેક એક હજારે રેર બ્લડ ગ્રુપ બોમ્બે ગ્રુપ ધરાવનાર વ્યક્તિ રક્તદાન માટે સામે આવતી હોય છે.

રેર બ્લડ ગ્રુપમાં

O – positive

O-negative

A-positive

A-negative

B-positive

B-negative

AB-positive

AB-negative અને બોમ્બે બ્લડ ગ્રુપનો સમાવેશ થાય છે.