Ahmedabad News/ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ઉભા પાક ને નુકશાન

બાવળા-ધોળકાના ‘જગતના તાત’ની વ્યથા, ખેતરમાં સફેદ કફન

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બાવળા ધોળકા કમોસમી વરસાદે માત્ર વાતાવરણમાં ઠંડક જ નથી પ્રસરાવી, પણ અમદાવાદ જિલ્લાના બાવળા અને ધોળકા તાલુકાના હજારો ખેડૂતોના હૃદયમાં દર્દની આગ લગાવી છે. ગઈકાલે રાત્રે વાતાવરણના અણધાર્યા પલટાએ ખેડૂતોના તૈયાર પાક પર એવો કોરડો વીંઝ્યો કે હવે ખેતરોમાં લીલાછમ પાકને બદલે નિષ્ફળતાનું ‘સફેદ કફન’ પથરાઈ ગયું છે.

‘જગતના તાત’ કહેવાતા ખેડૂતો માટે આ વર્ષે ડાંગર સહિતના અન્ય પાકોનું વાવેતર મહામહેનતનું ફળ હતું. દિવસ-રાત જોયા વગર, લોહી-પસીનો એક કરીને ઉગાડેલો પાક જ્યારે કાપણીના આરે હતો, ત્યારે જ કુદરતે અણધારી થપાટ મારી.

મોઢામાંથી કોળિયો છીનવાયો, રોવાનો વારો આવ્યો

ખેડૂતોની વ્યથા વર્ણવતા આંખો ભીની થઈ જાય છે. એક ખેડૂતની વાત ટાંકતા તેમણે જણાવ્યું, “અમે મહિનાઓ સુધી પાકને પોતાના બાળકની જેમ સાચવ્યો. બજારમાં સારા ભાવની આશા હતી, પણ આ કમોસમી વરસાદે અમારી તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું. મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો, હવે માત્ર દેવાનો ડુંગર અને આંસુ જ બચ્યા છે.”

બાવળા અને ધોળકાના અનેક ગામોમાં ખેડૂતોની આ જ હાલત છે. હજારો વીઘાનો પાક ક્યાંક પાણીમાં ગરકાવ થઈ ગયો છે, તો ક્યાંક નમી પડવાથી નષ્ટ થઈ ગયો છે. ખેતરમાં ઉભેલો પાક નિષ્ફળ જતા ખેડૂતોની મહેનત અને મૂડી બંને માટીમાં મળી ગયા છે.

તાત્કાલિક સર્વે અને ‘જીવનદાન’ની માંગ

આ કુદરતી આફતથી ભાંગી પડેલા ખેડૂતોએ હવે સરકાર સમક્ષ હાથ જોડ્યા છે. તેમની માંગ છે કે નુકસાનનો તાત્કાલિક અને સચોટ સર્વે કરવામાં આવે, અને તેમને વહેલી તકે વળતરરૂપી ‘જીવનદાન’ આપવામાં આવે, જેથી તેઓ દેવાના ડુંગરમાંથી બહાર નીકળી શકે અને ફરી એકવાર ખેતીનું સાહસ કરી શકે.
સમગ્ર વિસ્તારમાં ખેડૂતોની દયનીય સ્થિતિ જોતા, હવે સરકારના વળતર પર સૌની નજર ટકેલી છે. જગતના તાતને આંસુ લૂછવા માટે સરકાર ક્યારે અને કેવી સહાય આપે છે, તે જોવું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં BJP-Congress ના કાર્યકર્તાઓ બાખડયા: કોંગ્રેસ પ્રમુખ સહિત 2 ની તબિયત લથડતાં હોસ્પિટલમા

આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં ઝુપડપટ્ટી સહિતના વિસ્તારમાં દારૂના ધંધાર્થીઓ પર પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન

આ પણ વાંચો: Jamnagar News/જામનગર શાળા આરોગ્ય તપાસણી: 220 બાળકો ગંભીર બીમારીથી પીડિત