Ahmedabad News/ Staff Selection Committee એ Tattoo નું નિશાન હોવાથી ઉમેદવાર મેડિકલી અનફીટ, ગુજરાત હાઈકોર્ટે સશસ્ત્ર સેનામાં ટેટૂ નિયમોને પડકાર્યો

Ahmedabad News : ગુજરાત હાઈકોર્ટે મહત્વના ચુકાદામાં સશસ્ત્ર સેનામાં ટેટૂ હોવાને કારણે ભરતી નકારવાના નિયમને પડકાર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, માત્ર ટેટૂના નિશાનના આધારે ઉમેદવારને મેડિકલી અનફિટ જાહેર કરી શકાય નહીં.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News : આ ચુકાદો એક એવા યુવાનની અરજી પર આવ્યો છે, જેણે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી હતી. પરંતુ તેના હાથ પર ટેટૂનું નિશાન હોવાના કારણે તેની ભરતી રોકી દેવામાં આવી હતી. યુવાને દાવો કર્યો હતો કે તેણે ટેટૂ કઢાવી નાખ્યું છે અને માત્ર નિશાન જ બાકી રહ્યું છે. Staff Selection Committee દ્વારા પ્રાથમિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાને 28 વર્ષીય પરીક્ષાર્થીએ પાસ કરી હતી. જો કે, પરીક્ષાર્થીનાં જમણા હાથમાં અગાઉ Tattoo હતું, જેને ખૂદ પરીક્ષાર્થી દ્વારા કઢાવી લેવામાં આવ્યું હતું. પરંતુ, આ ટેટૂનું નિશાન રહી જવાનાં કારણે પાસ થયા હોવા છતાં પણ સ્ટાફ સિલેક્શન કમિટીએ પરીક્ષાર્થીને મેડિકલી અનફીટ જાહેર કર્યો.

ગુજરાત હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી Staff Selection Committee ને મહત્ત્વનો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે, સશસ્ત્ર સેનામાં માત્ર Tattoo નિશાનનાં આધારે ભરતી માટે નકારી શકાય નહીં. આ સાથે કોર્ટે કમિટીને નોટિસ પણ ફટકારી છે અને એક સીટ ખાલી રાખવા માટે આદેશ કર્યો છે. જમણાં હાથમાં Tattoo હોય તો ભરતી માટે અયોગ્ય કરાર આપવામાં આવે છે. પરંતુ, ટેટૂ નીકળ્યા બાદ રહેલા નિશાનને Tattoo ગણી શકાય નહીં. ઉપરાંત ડાબા હાથ પર પાછળનાં ભાગમાં હાથની લંબાઈનાં 1 ચતુર્થાંશ ભાગ જેટલું ટેટૂ હોય તો માન્યતા મળે છે.

કોર્ટે આ મામલે સ્ટાફ સિલેક્શન કમિટીને નોટિસ ફટકારી છે અને એક બેઠક ખાલી રાખવાનો આદેશ કર્યો છે. કોર્ટનો આ ચુકાદો સશસ્ત્ર સેનામાં ભરતી થવા ઈચ્છતા યુવાનો માટે રાહતના સમાચાર છે. આ મામલે આગળની સુનાવણી 10 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વ્યભિચારને દુષ્કર્મ ગણી શકાય? હાઈકોર્ટે જાહેર કર્યો મોટો ચુકાદો, સ્થિતિ કરી સ્પસ્ટ

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટનો ઐતહાસિક ચુકાદો, GRTના ચેરમેનની હકાલપટ્ટી

આ પણ વાંચો: કર્મચારીઓના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો