Gir Somnath News: વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadiya)એ તાલાલા તાલુકાના જશાપુરથી અમૃતવેલ ગામને જોડતા રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.

ગીર સોમનાથ જિલ્લા (Gir Somnath)ના તાલાલા તાલુકા (Talala)ના જશાપુર થી અમૃતવેલ ગામને જોડતા ૩.૬ કિલોમીટરના રસ્તા (Road)ના કામનું આજે વન અને પર્યાવરણ મંત્રીએ ખાતમુહૂર્ત (Khat Mahurat) કર્યું હતું.

સંપોષિત અને સર્વસમાવેષક વિકાસ એ રાજ્ય સરકારની કટિબદ્ધતા
ગામલોકોને સંબોધિત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, સંપોષિત અને સર્વસમાવેષક વિકાસ એ રાજ્ય સરકાર (Gujarat Gov.)ની કટિબદ્ધતા છે જેના ભાગરૂપે જંગલમાં છેવાડે આવેલા નાના ગામ સુધી પણ રોડ-રસ્તાની સગવડો ઉભી કરવામાં આવી રહી છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સમય બદલાય એમ લોકોની જરૂરિયાતો બદલાય છે. બજેટમાં જરૂરિયાતો અનુસાર જોગવાઈઓ કરવામાં આવતી હોય છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)ના કાર્યકાળથી બજેટમાં એક સુનિયોજીત વ્યવસ્થા ગોઠવાઈ હતી. જેના પરિણામે આજે અંતરિયાળ ગામમાં પણ ઝડપથી રસ્તાઓ બની રહ્યાં છે.

ગીરના લોકો હંમેશા જંગલને ઉત્તમ રીતે સાચવતા આવ્યાં છે
તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ (Unseasonal Rains)નો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગની અસર ધીમે ધીમે વધતી જઈ રહી છે. જેથી આપણે સૌએ તમામ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવું પડશે.

ગીરના લોકો હંમેશા જંગલ (Forest)ને ઉત્તમ રીતે સાચવતા આવ્યાં છે. પરસ્પર સહજીવનની વિભાવના સાકાર કરતું જીવન જીવી રહ્યાં છે. લોકોના સહયોગથી ગ્રીન કવર (Green Cover) પણ વધારી રહ્યાં છીએ. તે આનંદની વાત છે.

જંગલના ફાયદાઓ છે, તો સાથે-સાથે કેટલાક કાયદાઓ પણ છે
જંગલમાં એક ઈકોસિસ્ટમ કાર્યરત હોય છે. જંગલની આસપાસ રહેવાના કેટલાક ફાયદાઓ છે, તો તેની સાથે-સાથે કેટલાક કાયદાઓ (Laws) પણ હોય છે. જેનું હંમેશા ફરજિયાત પાલન કરવું જોઈએ. આમ કહી મંત્રીએ ઈકો સેન્સેટિવ ઝોન, બરડા ડુંગરની અંદર સિંહ (Lion)નું આગમન, પ્રદૂષણ (Pollution)ને લગતી બાબતો સહિતની બાબતે વિશદ છણાવટ કરી હતી.

જશાપુરથી અમૃતવેલ ગામને જોડતા રસ્તાની લોકમાંગ હતી
ધારાસભ્ય ભગવાન બારડે જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી જશાપુરથી અમૃતવેલ ગામ (Jashapur to Amrutvel Village)ને જોડતા રસ્તાની લોકમાંગ હતી. જંગલવિભાગના નિયમો જ્યાં લાગુ પડતા હોય ત્યારે કાયદાઓની મર્યાદામાં રહી કામ કરવાનું થતું હોય છે ત્યારે, આ ખાતમુહૂર્ત થકી લોકોને સુવિધાઓ મળી રહે એ દિશામાં કામ કરવામાં આવ્યું છે. વનવિભાગ અંતર્ગત આવતા વિસ્તારમાં પ્રજાલક્ષી અને લોકસુખાકારી કામ અંગે હંમેશા હકારાત્મક પાસાઓને ધ્યાનમાં લઈ અને કામગીરી કરવામાં આવશે.

1.70 કિમીનો રસ્તો વાઈલ્ડલાઈફ વિસ્તારમાં આવે છે
ઉલ્લેખનીય છે કે, 3.60 કિલોમીટરના રસ્તામાંથી 1.70 કિમીનો રસ્તો વાઈલ્ડલાઈફ વિસ્તાર (Wildlife Area)માં આવે છે. આ રસ્તાને રૂ. 2.17 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં 150 મીટરમાં ડામર, 1.77 કિ.મી લંબાઈમાં સીસી રોડ અને 1,680 મીટરની લંબાઈમાં મેટલિંગ કામની જોગવાઈ કરવામાં આવી છે. આ રસ્તામાં પ્રોટેક્શન વૉલ, ચેઈનેજ તથા જર્જરિત કૉઝવેની જગ્યાએ નવા કૉઝવે (Causeway)નું કામ પણ આવરી લેવાયું છે.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મસરીભાઈ, માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના કાર્યપાલક ઈજનેર જે.આર.સિતાપરા, એ.સી.એફ. ચિરાગ, આર.એફ.ઓ. વઘાસિયા, અગ્રણી સંજય પરમાર, ગામના સરપંચ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો: ગીર સોમનાથ: ઉના પાલિકા સભ્યના પુત્ર જીવલેણ હુમલો
આ પણ વાંચો: ગીર સોમનાથમાં અજાણ્યા ટ્રક ચાલકે બાઇક ચાલકને કચડી નાખ્યો
આ પણ વાંચો: ગીર સોમનાથમાં રેતીના કાળા ધંધા પર કડક કાર્યવાહી, ઉનામાં બે ટ્રેક્ટર સીઝ
