Not Set/ સુરત/ લૂંટના આરોપીએ પોલીસ લોકઅપમાં કર્યો આપઘાત

સુરતના વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક આરોપીએ આપઘાત કરી લીધો છે. આરોપીને પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. ગઈકાલે વરાછા પોલીસ સ્ટેશનમાં ઘરફોડના કેસમાં બ્રિજેશ મુકેશ સાવલિયાને પોલીસ પકડી લાવી હતી. આજે સવારે તેણે ગળેફાંસો ખાઈ લીધો છે. ઘટનાની જાણ થતા પોલીસે આરોપીને સ્મીમેર હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આપને જણાવી દઈએ કે બ્રિજેશ મુકેશ સાવલિયા […]

Gujarat Surat

સુરતના વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક આરોપીએ આપઘાત કરી લીધો છે. આરોપીને પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. ગઈકાલે વરાછા પોલીસ સ્ટેશનમાં ઘરફોડના કેસમાં બ્રિજેશ મુકેશ સાવલિયાને પોલીસ પકડી લાવી હતી.

 ગઈકાલે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં ઘરફોડના કેસમાં બ્રિજેશ મુકેશ સાવલિયાને પોલીસ પકડી લાવી હતી. દરમિયાન આજે સવારે તેણે આપઘાત કરી લેતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ હૉસ્પિટલ પર તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે.

આજે સવારે તેણે ગળેફાંસો ખાઈ લીધો છે. ઘટનાની જાણ થતા પોલીસે આરોપીને સ્મીમેર હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આપને જણાવી દઈએ કે બ્રિજેશ મુકેશ સાવલિયા નામના લૂંટના આરોપીએ લોકઅપના બાથરૂમમાં સાલ વડે ફાંસો ખાઈ લીધો હતો.

આ મામલે નાયબ પોલીસ અધિક્ષક બારોટેને જણાવ્યું હતું કે ‘આજે વહેલી સવારે વરાછા પોલીસ સ્ટેશનમાં બ્રિજેશ ઉર્ફે લાલુ સાવલિયાએ સાલ ઓઢવાની હતી તે બાંધી અને આત્મહત્યા કરી છે. આ ઘટનાની એડી નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. ”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.