પુડ્ડુચેરીમાં મુખ્ય પ્રધાન વી નારાયણસ્વામી અને ઉપરાજ્યપાલ કિરણ બેદી વચ્ચેના વિવાદ ઓછો થવાનું નામ નથી લઇ રહ્યું. હવે કિરણ બેદીએ સીએમ વી નારાયણસ્વામીને એક ખુલ્લો પત્ર લખ્યો છે.
કિરણ બેદીએ તેમના પત્રમાં કહ્યું છે કે તમે મને અને ઉપરાજ્યપાલની બંધારણીય કચેરીને ઘણા સમયથી અપમાનજનક નામોથી બોલાવી રહ્યા છો અને પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા છો. જે છેલ્લા કેટલાક દિવસોથી, ગૌરવ અને શિષ્ટાચારની લાઇન ઓળંગી ગઈ છે. કિરણ બેદીએ સીએમને તેમના ઉચ્ચ પદનું ગૌરવ જાળવવા પત્રમાં જણાવ્યું છે.
કિરણ બેદીએ નારાયણસ્વામીને કહ્યું હતું કે, ભગવાન બુદ્ધે શું કહ્યું હતું તે આપને યાદ જ હશે. જો કોઈ ગાળ આપે છે તો સામે ચુપ રહો. આમ કરવાથી તે અપશબ્દ તેને જ પાછા મળશે. મહેરબાની કરીને તમારા પદનું ગૌરવ જાળવો.
બંધારણીય પદ અને મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જે ભાષાનો ઉપયોગ થાય છે તેનાથી આશ્ચર્ય થાય છે, કૃપા કરીને તમારા ઉચ્ચ પદનું ગૌરવ જાળવો. હું આશા રાખું છું કે તમે આ પ્રકારના વર્તનને ટાળશો. તેમણે કહ્યું કે ઉપરાજ્યપાલ નું કાર્યાલય, પુડુચેરી અને ત્યાંના લોકોની શું જરૂર છે તેના પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
