Tips & Tricks: અહિં અમે તમને એવા સરળ ઘરગથ્થુ નુસખા (Bucket Cleaning Tips) જણાવવા જઈ રહ્યાં છીએ જેમની મદદથી તમે બાથરુમની ડોલના ખારા પાણીના ડાઘા સરળતા પૂર્વક દૂર કરી શકશો.
બાથરુમમાં વપરાતી પ્લાસ્ટિકની ડોલ (Plastic Bucket) અને મગ પર ક્ષારયુક્ત પાણીના સફેદ અને પીળા જીદ્દી ડાઘ લાગવા એ એક સામાન્ય સમસ્યા છે. આ પ્રોબ્લેમ ઘણો જ કૉમન છે. ઘણા બધા ઘરની ડોલ પર આવા ડાઘા જોવા મળે છે. વાસ્તવમાં પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ જ્યારે પ્લાસ્ટિકના લૅટર પર સુકાય છે ત્યારે એ એક પપડી જેવા ફૉર્મમાં ડાઘા બનાવી લે છે. એને સ્વચ્છ કરવા માટે લોકો સાબુ કે ડિટર્જન્ટનો ઉપયોગ કરે છે. પરંતુ તો પણ ડાઘ દૂર નથી થતા! અહિં અમે તમને એવા સરળ ઘરગથ્થુ નુસખા જણાવવા જઈ રહ્યાં છીએ જેમની મદદથી તમે બાથરુમની ડોલના ખારા પાણીના ડાઘા સરળતા પૂર્વક દૂર (Bucket Cleaning) કરી શકશો.
શી રીતે કરશો ડોલ-મગની સફાઈ? (Bucket Cleaning Tips)
બાથરુમની ડોલના ડાઘા દૂર કરવા માટે આ 3 નુસખા અજમાવી જુઓ.

1. સરકો અને બેકિંગ સોડા (Vinegar & Baking Soda)
સફેદ સરકો અર્થાત્ વિનેગર એક ઉત્તમ કુદરતી એસિડિક ક્લીનર છે જે ક્ષારયુક્ત પાણીના જીદ્દી ડાઘને સરળતાપૂર્વક દૂર કરે છે. એનો ઉપયોગ કરવા માટે 2 ચમચી બેકિંગ સોડામાં અડધો કપ સફેદ સરકો મિક્સ કરો. આ પેસ્ટને એક સ્પંજ અથવા તો જૂના ટૂથબ્રશની મદદથી ડોલની અંદર કે બહાર જ્યાં પણ ડાઘા હોય ત્યાં સારી રીતે લગાવી દો. 15-20 મિનિટ સુધી એને એમ જ રાખો જેથી ડાઘા નરમ થઈ જાય! ત્યારબાદ સ્ક્રબર કે બ્રશની મદદથી ઘસીને સાફ કરો અને સ્વચ્છ પાણીથી ધોઈ લો,
2. લીંબુ અને મીઠું (Lemon & Salt)
લીંબુમાં હાજર સાઇટ્રિક એસિડ ક્ષારયુક્ત પાણીની પપડીઓ વાળા ડાઘ દૂર કરવામાં અત્યંત કારગર સિદ્ધ થાય છે. આ માટે એક લીંબુને અડધુ સમારી ઉપર થોડું મીઠું લગાવવું. હવે આ મીઠાવાળા લીંબુને ડોલના ડાઘયુક્ત ભાગો પર ઘસવુંય જ્યાં પણ ડાઘ ઘેરા હોય ત્યા લીંબુનો રસ નીચોવી 10 મિનિટ રહેવા દેવો. ત્યાર બાદ સ્ક્રબરથી એને ઘસીને નવશેકા પાણીથી ડોલને ધોઈ લેવી.

3. સાઈટ્રિક એસિડ પાવડર (Citric Acid Powder)
જો ડોલ પર ઘણા સમયથી ક્ષાર જામેલો હોય તો સાઇટ્રિક એસિડ પાવડર સૌથી ઝડપી અસર કરે છે. આ માટે એક ડોલમાં નવશેકું પાણી ભરીને એમાં 2-3 ચમચી સાઇટ્રિક એસિડ પાવડર ઉમેરી દો. 30 મિનિટ બાદ પાણી કાઢીને સ્ક્રબર પર વાસણનું લિકવિડ લગાવીને ઘસવું. ડાઘ પૂર્ણ રીતે ગાયબ થઈ જશે અને પ્લાસ્ટિકની ડોલની ચમક પાછી આવી જશે!
આ પણ વાંચો: માટલાના પાણીમાંથી દુર્ગંધ આવે છે? માટલું શી રીતે સાફ કરવું…જાણો અસરકારક ટિપ્સ..!
આ પણ વાંચો: દૂધમાં કશું પણ મિક્સ કર્યા વિના જ પરોઠા જેટલી જાડી મલાઈ જામશે! ઘી પણ નીકળશે ભરપૂર..!
આ પણ વાંચો: જીન્સ અને જેકેટની ઝીપ જામ થઈ જાય તો શું કરશો? સરળ ટ્રિક્સથી કરી દો ઠીક ચપટીમાં.!
