Not Set/ રાજ્યમાં કોરોનાના નવા 55 કેસ,સંક્રમણથી એક દર્દીનું મોત..

દેશમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે તે ચિંતાજનક બાબત છે.રાજ્યમાં ઓમિક્રોનના 4 કેસ મળી આવ્યા છે

Top Stories Gujarat
  • રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો
  • રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 55 કેસ
  • અમદાવાદ અને વડોદરામાં 14-14 કેસ
  • છેલ્લા 24 કલાકમાં 48 લોકો ડિસ્ચાર્જ
  • રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં 1 મૃત્યુ
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 555
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,27,756
  • રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,591   

ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે, જેો સારી વાત છે પરતું દેશમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે તે ચિંતાજનક બાબત છે.રાજ્યમાં ઓમિક્રોનના 4 કેસ મળી આવ્યા છે અને અનેક શંકાસ્પદ કેસ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 55 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે,રાજ્યમાં કોરોના સંક્રમણના નવા 55 કેસ નોંધાયા છે. અને કોરોનાને માત આપીને સાજા થનારાઓની સંખ્યમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 48 લોકો ડિસ્ચાર્જ થયા છે. અને કોરોનાથી એક દર્દીનું મોત નિપજ્યું છેે. જ્યારે કુલ એક્ટિવ કેસોની સંખ્યા 555 પાર પહોંચી છે. ગુજરાતમાં કુલ કોરોનાના કેસ 8,27,756 સરકારના ચોપડે નોંધાયા છે,અને કોરોનાને હરાવીને સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,591 છે.

ઓમિક્રોનની દહે્શત વચ્ચે રાજ્ય સરકારે અગમચેતી પગલાં ભર્યો છે,વેક્સિનેશન પર ભાર મુક્યો છે અને વિવિધ સ્થળો પર વેક્સિન સેન્ટર ઉભા કરી દીધા છે,અને નવી ગાઇડલાઇન અમલી બનાવી છે.