Bhavnagar News : સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ શક્તિધામ તરીકે ઓળખાતા ભાવનગરના ભંડારિયામાં આવેલા બહુચરાજી મંદિરમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંમભણીયા અને રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી એક સાથે બહુચરાજી માતાના દર્શનાર્થે પહોંચ્યા હતા. ‘ભાઈ’ માટે બહેને પ્રાર્થના કરી, તો ભાઈએ પણ ‘બહેન’ માટે શક્તિપૂજન કરી શુભ થાવોની પ્રાર્થના કરી હતી.
નવરાત્રિ એટલે શક્તિ આરાધના પર્વ. ગુજરાતીઓના સૌથી મોટા તહેવારે હરકોઈ શુભ ભાવ સાથે માઁ આદ્યશક્તિની આરાધના કરતા હોય છે. ત્યારે ભારત સરકાર અને રાજ્ય સરકારના મંત્રીઓ એક સાથે પોત-પોતાના ટેકેદારો સાથે ભંડારિયા શક્તિધામ બહુચરાજી મંદિરે પહોંચ્યા હતા. ત્યાં એકબીજાને નવરાત્રિની શુભેચ્છાઓ આપી દર્શન કર્યા હતા.બન્ને કોળી સમાજનાં કદાવર નેતાઓ બહુચરાજી મંદિર ભંડારિયામાં ખૂબ આસ્થા ધરાવે છે.
વર્ષોથી તેઓ અહીં દર્શન માટે આવતા રહ્યા છે. મંદિરમાં દર્શન આરતી પ્રસાદ અને દિપમાળનો સાથે લાભ લીધો હતો. કોળી સમાજના બન્ને મંત્રી અને કદાવર નેતા વચ્ચે ભંડારિયા વાળી માતાજીના આશિર્વાદ એકમેક માટે જોડતી કડી રૂપ રહ્યા છે અને તે અહીં ઉપસ્થિત સૌ કોઈ એ અનુભવ્યું હતું. કારણ કે, બન્ને ને ભંડારિયાની ત્રિપુરા સુંદરી બાલા બહુચરાજી દેવીમાતા ઉપર અતુટ શ્રદ્ધા છે.
ભંડારિયા બહુચરાજી મંદિરએ મંત્રી અને કોળી સમાજનાં બન્ને કદાવર નેતા ‘ભાઈ-બહેન’નું આસ્થાનું કેન્દ્ર એક છે. એટલું જ નહીં અન્ય અનેક નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ અહીં માતાજીના આશિર્વાદ લેવા આવતા રહે છે.
આ પણ વાંચો:અમદાવાદમાં સગીરા સાથે ગેંગરેપ : પડોશી યુવકે ઘરે બોલાવી મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટ અચાનક ગરબા વિઝીટ સુરક્ષા વ્યવસ્થા પર ખાસ ધ્યાન
