Gujarat News/ ૧૮મી ઓલ ઈન્ડિયા પોલીસ શૂટિંગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા

ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે બંને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા

Top Stories Gujarat
Beginners guide to 2025 04 04T180609.962 ૧૮મી ઓલ ઈન્ડિયા પોલીસ શૂટિંગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા

Gujarat News : ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ૧૮મી ઓલ ઈન્ડિયા પોલીસ શૂટિંગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ-૨૦૨૪માં શાનદાર પ્રદર્શન કરીને ત્રણ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે. આ ચેમ્પિયનશિપ તા.૨૪થી ૨૯ માર્ચ, ૨૦૨૫ દરમિયાન ઈન્દોર ખાતે યોજાઈ હતી.

Beginners guide to 2025 04 04T180625.703 ૧૮મી ઓલ ઈન્ડિયા પોલીસ શૂટિંગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા

આ સ્પર્ધામાં ગુજરાત પોલીસના બે અધિકારીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. પીઆઈ લજ્જા ગોસ્વામીએ ૩૦૦ મીટર ૩ પોઝિશન રાઈફલ વ્યક્તિગત અને ૫૦ મીટર ૩ પોઝિશન રાઈફલ વ્યક્તિગત સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેમજ પીએસઆઈ સિયા જે. તોમરે ૩૦૦ મીટર પ્રોન રાઈફલ વ્યક્તિગત સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.

આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયે બંને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે, આ સિદ્ધિ ગુજરાત પોલીસની પ્રતિભા અને સમર્પણનું પ્રતીક છે, જે રાજ્યનું ગૌરવ વધારે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભ્રષ્ટાચારનો પર્દાફાશ: સ્ટેમ્પ ડ્યુટી કચેરીના 2 અધિકારીઓ 3 લાખની લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો:જંત્રીમાં વધારાના પગલે સરકારની સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં ધરખમ વધારો

આ પણ વાંચો:રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં અમદાવાદ સહિત પાંચ જિલ્લાઓનો સૌથી વધુ ફાળો