Stock market rise/ શેરબજારમાં પ્રારંભિક ઉછાળા બાદ કેપિટલ ગેન ટેક્સ વધારતા મોટો કડાકો, સેન્સેક્સ 600 અને નિફ્ટી 180 પોઈન્ટ તૂટ્યો

નાણાપ્રધાનનું બજેટ ભાષણ શરૂ થતાંની સાથે જ શેરબજારમાં ફરી ગતિ આવી અને સેન્સેક્સ 152.18 પોઈન્ટ અથવા 0.19 ટકા વધીને 80,654 પર પહોંચી ગયો.

Top Stories Breaking News Business

Stock Market News: બજેટમાં કેપિટલ ગેન પર ટેક્સમાં વધારાને કારણે શેરબજારમાં પ્રારંભિક વધારા બાદ મોટો કડાકો થયો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કહેવું છે કે કેપિટલ ગેન પર ટેક્સમાં વધારાને કારણે હાલમાં માર્કેટમાં નેગેટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે. જોકે, લાંબા ગાળે આ સેન્ટિમેન્ટ સકારાત્મક બનશે કારણ કે નાના રોકાણકારો પર તેની બહુ અસર નહીં થાય. તેમજ, 2.5% ટેક્સ વધારો મોટા રોકાણકારો માટે કોઈ ખાસ અસર કરશે નહીં.

બજેટમાં અમુક ફાઈનાન્શિયલ એસેટ્સમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેન પર ટેક્સ રેટ 15%થી વધારીને 20% કરવામાં આવ્યો છે. તેમજ, લોંગ ટર્મ કેપિટલ ગેન (LTCG) પર ટેક્સ રેટ 10%થી વધારીને 12.5% ​​કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ કારણે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

નાણાપ્રધાનનું બજેટ ભાષણ શરૂ થતાંની સાથે જ શેરબજારમાં ફરી ગતિ આવી અને સેન્સેક્સ 152.18 પોઈન્ટ અથવા 0.19 ટકા વધીને 80,654 પર પહોંચી ગયો. નિફ્ટી 0.12 ટકા વધીને 30.25 પોઈન્ટ વધીને 24,539 પર પહોંચી ગયો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણની શરૂઆતમાં કહ્યું હતું કે વૈશ્વિક પડકારો હજુ પણ છે પરંતુ ભારતીય અર્થવ્યવસ્થા સમગ્ર વિશ્વમાં ચમકી રહી છે. કૃષિમાં સંશોધન અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સંગ્રહ અને માર્કેટિંગને ટેકો આપીને આત્મનિર્ભરતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

બજેટ સ્પીચની શરૂઆત પહેલા BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી લગભગ ફ્લેટ થઈ ગયા હતા. સેન્સેક્સ 5.04 પોઈન્ટ ઘટીને 80,497 પર અને નિફ્ટી 17.30 પોઈન્ટ ઘટીને 24,491ની સપાટીએ છે. 11 વાગે સંસદની કાર્યવાહી શરૂ થયા બાદ બજેટ ભાષણ શરૂ થતા જ શેરબજારના કારોબારમાં રીકવરી જોવા મળી.

આજે સંસદમાં બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે શેરબજારમાં રીકવરી જોવા મળી. આજના કારોબારમાં આ શેરો વધુ મહત્વના રહેશે. 

કેપિટલ ગુડ અને ઇન્ફ્રા: L&T, સિમેન્સ અને NTPC

સંરક્ષણ અને રેલવે: ભારત ઈલેક્ટ્રોનિક્સ (BEL), હિન્દુસ્તાન એરોનોટિક્સ (HAL), અને રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL).

ગ્રામીણ: M&M, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ અને ડાબર

ઉત્પાદન: ટાટા મોટર્સ, કીન્સ ટેક અને એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ

રિયલ એસ્ટેટ, સિમેન્ટ અને બાંધકામ સામગ્રી: ગોદરેજ પ્રોપર્ટીઝ, KEI ઈન્ડસ્ટ્રીઝ અને અંબુજા સિમેન્ટ

PSUs: GAIL, SBI અને HUDCO.

બજેટમાં અત્યાર સુધીના મહત્વના મુદ્દા

નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં સંપૂર્ણ બજેટ રજૂ કરી રહ્યાં છે. આ તેમનું સતત 7મું બજેટ છે આ સાથે નિર્મલા સીતારમણે ભૂતપૂર્વ પીએમ મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડ્યો. બજેટમાં યુવાનો માટે 5 નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે બજેટમાં ખેડૂતોને પણ લાભ આપવામાં આવ્યો છે. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. તેમજ પ્રથમ વખતના કર્મચારીઓ માટે વધારાનો પીએફની સુવિધા ઉપલબ્ધ કરાશે. મહિલાઓ માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવતા કોર્પોરેટ સેક્ટરમાં નોકરીમાં મહિલાઓને પ્રાથમિકતા આપવાનું સૂચન કરાયું છે. ઉપરાંત આર્થિક રીતે નબળા લોકો માટે ફ્રી રાશનની વ્યવસ્થા 5 વર્ષ સુધી આપવાની યોજના જાહેર કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોદી 3.0નું પ્રથમ બજેટ; ઈન્કમ ટેક્ષ સ્લેબ, રાજકોષીય શિસ્ત પર રહેશે સૌની નજર

આ પણ વાંચો:નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે બજેટ, મોદી 3.0થી લોકોને મોટી આશા

આ પણ વાંચો:ખરાબ આર્થિક સ્થિતિમાં પણ ક્રેડિટ સ્કોર બગડવા ન દો, ફોલો કરો આ ટિપ્સ

આ પણ વાંચો:બજેટ રજૂ થતાં જ તૂટશે ભૂતપૂર્વ PM મોરારજી દેસાઈનો રેકોર્ડ, નિર્મલા સિતારામણ રચશે ઈતિહાસ