આજનું રાશિફળ/ આજે મહા સુદ એકમ, શિવ પૂજાનું વિશેષ મહત્વ, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજનું રાશિફળ (Aaj nu Rashifal) 19 જાન્યુઆરી 2026, સોમવાર – મહા સુદ એકમ તિથિ, મકર રાશિમાં સૂર્ય-ચંદ્ર, ઉત્તરાષાઢા નક્ષત્ર, શુભ યોગ, રાહુકાળ અને શિવ પૂજાનું વિશેષ મહત્વ જાણો વિગતે.

Top Stories Rashifal Dharma & Bhakti
Aaj nu Rashifal જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

 કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

19 જાન્યુઆરી ૨૦૨૬  નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ:આજનું પંચાંગ ૧૯ જાન્યુઆરી ૨૦૨૬, સોમવાર માટે શુભ સંકેતો દર્શાવે છે. આજે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ મહા સુદ એકમ તિથિ છે અને ચંદ્ર તથા સૂર્ય બંને મકર રાશીમાં હોવાથી કાર્યમાં સ્થિરતા અને ધૈર્ય વધે એવો દિવસ માનવામાં આવે છે. ઉત્તરાષાઢા નક્ષત્ર સવારે ૧૧:૫૪ સુધી રહેશે, જે સફળતા, માન-સન્માન અને પ્રયાસોમાં વિજયનું સૂચક છે. વ્રજ યોગ રાત્રે ૦૮:૪૯ સુધી હોવાથી દિવસ દરમિયાન લેવાયેલા નિર્ણયો લાંબા ગાળે લાભદાયક બની શકે છે.

પંચક કે વિંછુડો ન હોવાથી નવા કામની શરૂઆત, યાત્રા અને મહત્વપૂર્ણ નિર્ણય માટે દિવસ અનુકૂળ ગણાય છે. સોમવાર હોવાથી આજે ભગવાન શિવની પૂજા કરવી વિશેષ ફળદાયી માનવામાં આવે છે. રાહુકાળ સવારે ૦૮:૪૩ થી ૧૦:૦૫ દરમિયાન હોવાથી આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો ટાળવા યોગ્ય રહેશે. કુલ મળીને આજનો દિવસ આધ્યાત્મિકતા, શાંતિ અને ધૈર્ય સાથે આગળ વધવા માટે ઉત્તમ છે.

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • તારીખ:- ૧૯-૦૧-૨૦૨૬, સોમવાર / મહા સુદ એકમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૭:૨૨ થી ૦૮:૪૪
શુભ ૧૦:૦૫ થી ૧૧:૨૮
લાભ ૦૩:૩૫ થી ૦૪.૫૫
અમૃત ૦૪:૫૫ થી ૦૬:૧૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૧:૧૨ થી ૧૨:૫૦

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • મનોબળમાં વધારો થાય.
  • પોતાની ઉપર વિશ્વાસ રાખો.
  • ઘરના વાતાવરણને સુખમય રહે.
  • અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નબર- ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કામનું દબાણ બેચેન કરે.
  • પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાનું ગમશે.
  • બોલવા પર કાબૂ રાખો.
  • અન્ય લોકો ઉપર નિર્ભર ન રહો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મિથુન (ક, છ, ઘ) :-
  • નોકરીમાં પ્રમોશન મળે.
  • હળવી સિઝનલ પરેશાની રહી શકે છે.
  • કોઈ ધાર્મિક કાર્ય થાય.
  • તમારામાં ઊર્જા વધારે હશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર –૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ , હ) :-
  • નોકરીમાં હોશિયારી બતાવવાની તક મળશે.
  • તમારૂં વ્યક્તિત્વ અત્તર જેમ મહેકશે.
  • મગજમાં સતત વિચારો ચાલે.
  • ગંભીરતાથી કામ કરવું પડશે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • સિંહ (મ , ટ) :-
  • જૂની નકારાત્મક વાતોને હાવી થવા દેશો નહીં.
  • કોઈ નવી જવાબદારી મળે.
  • નાણાં રિયલ એસ્ટેટમાં રોકાણ થાય.
  • પોતાના સમાન નું ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો.
  • વેપારમાં કર્મચારીઓ પર ધ્યાન આપવું.
  • તમારી ત્વચાનું ધ્યાન રાખવું.
  • મહેનતનું યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થવાનું છે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

  • તુલા (ર , ત) :-
  • ધન કમાવવા માટે ઉત્તમ દિવસ છે.
  • ધૈર્ય તમારા મનોબળને વધારશે.
  • ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
  • પ્રિયપાત્ર સાથે કૅન્ડલ લાઈટમાં ભોજન થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમે ખુશમિજાજમાં હશો.
  • તમારા દુશ્મનથી સાચવવું.
  • કાર્યોમા તમારી વ્યસ્તતા રહેશે.
  • કોઈ નજીકની લાભદાયક યાત્રા પણ શક્ય છે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કાર્યમાં સફળતા મળે.
  • પ્રેક્ટિકલ થઈને તમારા કાર્યોને પૂર્ણ કરો.
  • તમે નિર્ણય લેવામાં સક્ષમ રહેશો.
  • લગ્ન સંબંધોમાં મધુરતા આવે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

  • મકર (ખ, જ) :-
  • અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ મળે.
  • નવા વિચારો આવે.
  • નોકરીમાં નવી તક ઊભી થાય.
  • લગ્નજીવન ઉત્તમ રહી શકે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • આવકનો નવો સ્રોત ઊભો થાય.
  • શારીરિક રીતે સ્વસ્થ રહેશો.
  • ધારેલાકાર્યપૂર્ણથાય.
  • સ્વભાવ જિદ્દી બને.
  • શુભ કલર- ભૂરો
  • શુભ નંબર- ૧