Not Set/ અરવિંદ કેજરીવાલ સરકારને રૂ 50 કરોડનો ફટકારાયો દંડ, જાણો કેમ

નવી દિલ્લી દિલ્લીમાં સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝના લીધે હવા અને પાણીનું પ્રદુષણ વધી રહ્યું છે. દિલ્લીના આશરે સ્ટીલ પ્લાન્ટના ૬૨ યુનિટને બંધ ન કરવા બદલ એનજીટીએ ૫૦ કરોડનો દંડ ફટકાર્યો છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને રૂ 50 કરોડનો દંડ ફટકાર્યો છે.એનજીટીનો આદેશ હોવા છતા પ્રતિબંધિત ઉદ્યોગને બંધ ન કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો […]

Top Stories India Trending

નવી દિલ્લી

દિલ્લીમાં સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝના લીધે હવા અને પાણીનું પ્રદુષણ વધી રહ્યું છે. દિલ્લીના આશરે સ્ટીલ પ્લાન્ટના ૬૨ યુનિટને બંધ ન કરવા બદલ એનજીટીએ ૫૦ કરોડનો દંડ ફટકાર્યો છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને રૂ 50 કરોડનો દંડ ફટકાર્યો છે.એનજીટીનો આદેશ હોવા છતા પ્રતિબંધિત ઉદ્યોગને બંધ ન કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે.

પ્રદુષણ ફેલાવનારા આ ઔદ્યોગિક યુનિટોને તાત્કાલિક અસરથી બંધ કરવાનાં આદેશ કર્યા હતા.

ગ્રીન કોર્ટે ચોક્કસ ઉદ્યોગોને રહેણાંક વિસ્તારમાં ચાલુ રાખવા માટે વિશેષ આદેશ કર્યા હતા પણ કેજરીવાલની સરકારે તેના પર કોઈ ધ્યાન આપ્યું નહતું.

આ મામલે એનજીટીએ કહ્યું હતું કે દિલ્લી સરકારને અમે ઘણી વખત આદેશો આપ્યા હતા પરંતુ તેનું પાલન કરવામાં નથી આવતું.

ઉલ્લેખનીય છે કે સ્ટેનલેસ સ્ટીલને પોલીસ કરતી વખતે હવાનું પ્રદુષણ થાય છે. આ ઉપરાંત સ્ટીલને પોલીસ કરવા માટે એસિડનો ઉપયોગ થાય છે. જેના લીધે પાણીનું પ્રદુષણ થાય છે. એસિડને પાણીમાં નાખી દેવામાં આવે છે.

દિલ્લીની કોર્ટ દ્વારા આ મામલે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા કે આ યુનિટને ચલાવવા માટે  વીજળી અને પાણીના કનેક્શનની મંજુરી દિલ્લી પ્રદુષણ નિયંત્રણ કમિટીએ શું કરવા આપી શું કરવા જયારે તેમને ખબર હતી કે તે ગેરકાનૂની છે.