Direct tax collection/ દેશમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ઉછાળો, સરકારી તિજોરી છલોછલ

Ahmedabad News : ચાલુ નાણાકીય વર્ષમાં 17 ડિસેમ્બર સુધી ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં વાર્ષિક ધોરણે 16.45 ટકાનો વધારો નોંધાયો. કોર્પોરેટ ટેક્સ રૂ. 7.42 લાખ કરોડ અને વ્યક્તિગત ટેક્સ રૂ. 7.97 લાખ કરોડને વટાવી ગયો.

Top Stories Gujarat Breaking News Business

Ahmedbad News : ચાલુ નાણાકીય વર્ષમાં દેશમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકાર દ્વારા માહિતી મુજબ 17 ડિસેમ્બર સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 15.82 લાખ કરોડને પાર પહોંચ્યું છે, જે ગયા વર્ષની સરખામણીમાં 16.45%નો વધારો દર્શાવે છે. આ વધારો મુખ્યત્વે એડવાન્સ ટેક્સ કલેક્શનમાં 21%ના વધારાને કારણે થયો છે.

કોર્પોરેટ અને વ્યક્તિગત આવકવેરામાં વધારો

કોર્પોરેટ ટેક્સ રૂ. 7.42 લાખ કરોડ અને વ્યક્તિગત ટેક્સ રૂ. 7.97 લાખ કરોડને વટાવી ગયા છે. આ ઉપરાંત, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) રૂ. 40,114 કરોડ એકત્રિત થયા છે.

સરકારી તિજોરી ભરાઈ

આ વધારો કોર્પોરેટ અને વ્યક્તિગત ટેક્સ સંગ્રહમાં સતત સુધારાને કારણે થયો છે. નાણાકીય નિષ્ણાતોનું માનવું છે કે, આ કલેક્શન માત્ર આવકના લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદ કરશે નહીં, પરંતુ મૂડી ખર્ચ અને માળખાકીય વિકાસ માટે પણ નાણાકીય સંસાધનો પ્રદાન કરશે.

કરદાતાઓનો વિશ્વાસ વધશે

નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં વધારો ભારતની આર્થિક સ્થિરતા અને મજબૂત ટેક્સ બેઝ સૂચવે છે. ટેક્સ વસૂલાતમાં આ વધારો સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને સામાજિક કલ્યાણ યોજનાઓ માટે નાણાકીય સહાયને મજબૂત બનાવશે. તે જ સમયે રિફંડની ઝડપી ગતિ કરદાતાઓમાં આત્મવિશ્વાસ વધારશે અને ટેક્સ અનુપાલનને વધુ પ્રોત્સાહન આપશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બજેટ પહેલા સરકારી તિજોરીમાં થયો વધારો, ડાયરેક્ટ ટેક્સ કલેક્શનથી થઈ કરોડોની કમાણી

આ પણ વાંચો: ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં લગભગ 21%નો ઉછાળો,બજેટ અંદાજિત 75 ટકાએ પહોંચ્યું

આ પણ વાંચો: દેશમાં કુલ ટેક્સ કલેકશનમાં વધારો કુલ ડાયરેક્ટ ટેક્સ કલેકશન રૂ.8.98 લાખ કરોડ એક એપ્રિલથી આઠ ઓકટો.સુધીના આંકડા વ્યકિતગત આવકવેરામાં 32 ટકા વૃદ્ધિ: CBDT કોર્પોરેટ ટેક્સમાં 16.73