Not Set/ ગુરુ પૂર્ણિમા પર PM મોદીનો દેશવાસીઓને સંદેશ, કહ્યું – ભગવાન બુદ્ધના માર્ગ ઉપર ચાલીને….

ભગવાન બુદ્ધે દુનિયાને આપેલા આઠ મંત્રોની પણ માહિતી આપી હતી. તેમણે કહ્યુ કે જ્યાં જ્ઞાન છે ત્યાં પૂર્ણતા, સમગ્ર વિશ્વને ભગવાન બુદ્ધમાં શ્રદ્ધા.

Top Stories India
ગુરુ પૂર્ણિમા પર PM મોદીનો દેશવાસીઓને સંદેશ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અષાઢી પૂર્ણિમા અને ધમ્મ ચક્ર દિવસ નિમિત્તે દેશવાસીઓને સંબોધન કર્યું હતું. તેમણે વર્ચુઅલ માધ્યમ દ્વારા લોકોને પોતાનો સંદેશ પહોંચાડ્યો. વડા પ્રધાનના સંબોધનમાં પણ કોરોના મહામારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આપણે ફક્ત બુદ્ધના માર્ગ ઉપર ચાલીને જ કેવી રીતે સૌથી મોટી પડકારનો સામનો કરી શકીએ, ભારતે આ કરી બતાવ્યું છે.તો ગુરૂ પૂર્ણિમા અને ધમ્મ ચક્રના અવસરે પીએમ મોદીએ દેશવાસીઓને સંદેશો આપતા કહ્યુ કે જ્ઞાન એ સંસ્કારનુ પ્રતિક છે.

આ પણ વાંચો :રાજ કુંદ્રાની કંપનીમાંથી શિલ્પાએ આપ્યું રાજીનામું, આ જ કંપની બનાવતી હતી એડલ્ટ ફિલ્મ

તેમણે ભગવાન બુદ્ધે દુનિયાને આપેલા આઠ મંત્રોની પણ માહિતી આપી હતી. તેમણે કહ્યુ કે જ્યાં જ્ઞાન છે ત્યાં પૂર્ણતા છે. આજે સમગ્ર વિશ્વને ભગવાન બુદ્ધમાં શ્રદ્ધા છે. તેમણે દેશવાસીઓને ગુરૂપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી.

વડાપ્રધાને કહ્યું કે, સારનાથમાં ભગવાન બુદ્ધે સમગ્ર જીવન, સમગ્ર જ્ઞાનનું સૂત્ર આપણને જણાવ્યું હતું. તેમણે દુખ વિશે જણાવ્યું, દુખના કારણ વિશે જણાવ્યું, એવું આશ્વાસન આપ્યું કે, દુખો સામે જીતી શકાય છે અને તે વિજય માટેનો રસ્તો પણ બતાવ્યો. વડાપ્રધાને જણાવ્યું કે, બુદ્ધના સમ્યક વિચારને લઈ આજે વિશ્વના અનેક દેશો એકબીજાનો હાથ પકડી રહ્યા છે, એક બીજાની શક્તિ બની રહ્યા છે.

આ પણ વાંચો :કેરળમાં એક અઠવાડિયામાં 14% નવા કેસ વધ્યા, જાણો શું છે મહારાષ્ટ્રની હાલત

વડાપ્રધાને કહ્યું કે, આજે કોરોના મહામારી સ્વરૂપે માનવતા સામે એવું જ સંકટ છે. ભગવાન બુદ્ધ આપણા માટે વધુ પ્રાસંગિક બની જાય છે. બુદ્ધના માર્ગે ચાલીને જ આપણે વિશાળથી અતિ વિશાળ પડકારોનો સામનો કઈ રીતે કરી શકીએ, ભારતે તે કરી બતાવ્યું છે. વડાપ્રધાને ટ્વીટ કરીને દેશવાસીઓને ગુરૂ પૂર્ણિમાની શુભેચ્છા પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, અષાઢ માસની પૂર્ણિમાના રોજ વેદ વ્યાસનો જન્મ થયો હતો. વેદ વ્યાસને વેદોના રચયિતા માનવામાં આવે છે.

આ પણ વાંચો :જમ્મુમાં ફરી જોવા મળ્યા બે શંકાસ્પદ ડ્રોન, હાઈ એલર્ટ કરાયું જાહેર