Ahmedabad News: અમદાવાદમાં ગેસ રિફિલિંગ કરતા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. શહેરમાં ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો થઈ રહ્યો છે. સૈજપુર વિસ્તારમાંથી ગેસ રિફિલિંગ કરનારા 3 આરોપીનીઓને પોલીસે અટકાયત કરી. આ સાથે જ 53 ગેસ સિલીન્ડર જપ્ત કર્યા. આરોપીએ સૈજપુરમાં ખુલ્લી જગ્યામાં ગેસ રિફિલિંગ કરતા હતા. નારોલ પોલીસે રંગેહાથ આરોપીઓને પકડી ગેરરિતીનો ગુનો નોંધ્યો.
શહેરમાં હાલમાં કૌભાંડોના પર્દાફાશ થઈ રહ્યા છે. BZ સ્કેમ અને ખ્યાતિ કાંડે શહેરમાં ચકચાર જગાવી છે. BZ સ્કેમમાં કહેવાતા સજ્જનો એવા શિક્ષકોએ લોકોને લાલચ આપી જાળમાં ફસાવ્યા. અને આ સ્કેમમાં પોલીસ અધિકારીઓની પણ સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે ખ્યાતિ કાંડમાં સરકારી યોજનાનો ખોટી રીતે લાભ લઈ હોસ્પિટલ દ્વારા જ ગેરરિતી આચરવામાં આવી હતી. રાજ્યમાં ચાલતા કૌભાંડને લઈને વહીવટીતંત્ર પણ સતર્ક થયું છે.
ગત રાતે શહેરમાં સંદિગ્ધ સ્થાનો પર કોમ્બિંગ કરાયું હતું. પોલીસ શહેરમાં અનેક સ્થાનો પર સઘન ચેકિંગ કરી રહી છે. ત્યારે સૈજપુર પાસે ખુલ્લી જગ્યામાં ગેસ રિફિલિંગની ગેરરિતી થતી હોવાની માહિતી મળી. આ સાથે જ પોલીસ બનાવ સ્થળ પર પંહોચી ખુલ્લી જગ્યામાં 3 લોકો રિફિલિંગ કરતા હતા. પોલીસે આ 3 લોકોને રંગેહાથ પકડી અટકાયત કરી નારોલ પોલીસે 53 જેટલા ગેસ સિલિન્ડ પણ જપ્ત કર્યા. નારોલ પોલીસે અટકાયત કરેલા 3 લોકો સામે ગેરરિતીની ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી.