રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું છે. સુરતના કામરેજ નજીક તાપી નદીના પુલ ઉપરથી તેમણે નદીમાં કૂદકો માર્યો હતો અને મોતને વ્હાલું કર્યું છે. ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને તપાસ હાથ ધરતાં તાપી નદીમાંથી જયસુખ ગજેરાનો મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર જયસુખ ગજેરાએ રાત્રે ચેમ્બર્સ ઑફ કોમર્સના પ્રમુખ સાથે વાતચીત કરીને પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેવાની વાત કરી હતી. રાત્રે ઘરે પાર્ટ ના આવતા પરિવાર જનોએ ફોન પર સંપર્ક કરવાની કોશિશ કરી હતી. અને તેમની શોધખોળ હાથધરી હતી. શોધખોળ દરમિયાન તેમનું બાઈક અને ચપ્પલ કામરેજના કઠોર બ્રિજ પાસેથી મળી આવ્યા હતાં. જે બાદમાં નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર જયસુખ ગજેરા છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હતા. રત્નકલાકાર વિકાસ સંઘની ઓફિસનું ભાડુ પણ ઘણા સમયથી તેઓ ભરી શક્યા નહોતા. લોકડાઉનના કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ નબળી પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ તરીકે તેઓ વર્ષોથી રત્નકલાકારોના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે લડતા હતા. રત્નકલાકારોને વતન જવા માટે ટ્રેન, રહેવા મકાન, આરોગ્યની સુવિધાઓ જેવી પાયાની સુવિધાઓ માટે પણ તેઓ પ્રયાસ કરતાં હતાં.સરકારે હાઈકોર્ટમાં કોરોનાના ફેલાવા માટે રત્નકલાકારોને જવાબદાર ઠેરવ્યા ત્યારે સરકાર વિરૂધ્ધ તેઓ હાઈકોર્ટમાં કેસ કરવાની તૈયારી કરી રહ્યા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
