Lifestyle/ ફક્ત 30 જ મિનિટમાં કેન્સરની ખબર પડી જશે…AI સમિટમાં કમાલનું સ્વદેશી સ્માર્ટ ડિવાઇસ..!

Cancer Diagnosis (કેન્સરનું નિદાન) હવે કેવળ 30 જ મિનિટમાં થઇ શકશે! ભારતમંડપમ્ માં ચાલી રહેલા AI સમિટમાં એક વિશેષ ડિવાઇસ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે…

Trending Health & Fitness Lifestyle
Cancer Diagnosis,ભારતમંડપમ્,AI સમિટ,MRI મશીન,

Lifestyle: ભારત મંડપમ્ (Bharat Mandapam) ખાતે ચાલી રહેલી AI સમિટ 2026 (AI Summit 2026)માં એક કમાલનું ડિવાઇસ પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જેના વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ડિવાઇસથી માત્ર 30 મિનિટમાં જ કેન્સરનું નિદાન (Cancer Diagnosis) થઇ શકે છે. વિપ્રોના સંધ્યા અરુણે સમિટ ખાતે AI સંચાલિત MRI મશીન (AI Operated MRI Machine) રજૂ કરતા એવો દાવો કર્યો છે કે, આનાથી અત્યંત ઝડપથી કેન્સરનું નિદાન કરીને ઝડપી, સચોટ અને સસ્તો ઉપચાર ઉપલબ્ધ કરાવશે.

Cancer Diagnosis,ભારતમંડપમ્,AI સમિટ,MRI મશીન,

દિલ્હી ખાતે ભારતમંડપમ્ માં પ્રસ્તુત AI Device

હૅલ્થ સેક્ટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અસર અત્યંત તેજ બની છે. દિલ્હી (Delhi) ખાતે ભારતમંડપમ્ માં ચાલી રહેલા AI સમિટમાં એક વિશેષ ડિવાઇઝ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ નવું પેટ સાથે સંલગ્ન બીમારીઓ અને વિશેષ કરીને કેન્સરનું નિદાન સરળતાથી અને સમયસર કરી શકે છે જેથી દર્દી (Patient)ને બીમારી ગંભીર બને એ પહેલા જ ઉપચાર (Treatment) મળી શકે.

વિપ્રો દ્વારા આ મશીનથી કેન્સરનું નિદાન (Cancer Diagnosis) કરવાનો દાવો

વિપ્રો (VIPRO) ના ચીફ ટેકનિકલ ઓફિસર સંધ્યા અરુણના જણાવ્યાનુસાર, આ ડિવાઇસથી પ્રારંભિક સ્ટેજમાં જ કેન્સરની ખબર પડી જાય છે. આથી દર્દીને સમયસર ઇલાજ મલી શકે છે અને અનેક કેસોમાં સર્જરીની જરુર જ નહિં પડે! એમનું કહેવું છે કે, જલદી નિદાન જ સૌથી મોટો ફાયદો છે કારણ કે, રોગ જેટલી ઝડપથી પકડમાં આવી જાય ઇલાજ પણ એટલો જ સરળ અને અસરકારક બનશે. તો આવો જાણીએ આ ડિવાઇસ વિશે વિસ્તૃત રીતે…

Cancer Diagnosis,ભારતમંડપમ્,AI સમિટ,MRI મશીન,

કેવી રીતે કાર્ય કરે છે આ મશીન?

આ એઆઈ આર્મ રોબોટિક એમઆરઆઈ મશીન સૌપ્રથમ દર્દીના પેટને સ્કેન કરે છે. સ્કેનિંગનું રિઝલ્ટ રિયલ-ટાઇમ સ્ક્રિન પર દેખાય છે જેનાથી ડૉક્ટર તરત સમજી શકે છે કે અંદર શું સમસ્યા છે?

કેન્સરની જાણ શી રીતે થશે?

બોડી સ્કેનિંગમાં જો ટ્યૂમર અથવા તો કેન્સર જેવા કોઈ અસાધારણ લક્ષણો દેખાય તો એ આઈ તરત જ એનું વિશ્લેષણ કરે છે અને દર્શાવે છે કે, ફોટામાં દેખાઇ રહેલી વસ્તુ શું છે? કંપનીનું કહેવું છે કે, 30 થી 45 મિનિટમાં પૂરો સ્કેન અને રિપોર્ટ (Medical Report)  તૈયાર થઇ જાય છે!

મશીનના કુલ 4 આર્મ્સ

વિપ્રો તકફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ એઆઈ મશીનમાં 4 અલગ-અલગ આર્મ્સ (Arms) લાગેલા છે જેનાથી પૂરું શરીર સ્કેન (Full Body Scanning) થઇ શકશે. એક આર્મ મિડ-બોડી સ્કેનિંગ માટે છે અને બાકીના અલગ-અલગ ભાગો માટે છે. આનાથી આખા શરીરની તપાસ કરવામાં સરળતા રહેશે.

Cancer Diagnosis,ભારતમંડપમ્,AI સમિટ,MRI મશીન,

આ મશીનના અન્ય ફાયદા કયા છે?

એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ મશીનથી સમય અને ખર્ચ બંનેની બચત થશે. આ ઉપરાંત, ભારતમાં બનેલી આ પ્રથમ સંચાલિત MRI મશીન છે જે સ્કેન ટાઇમમાં લગભગ 37% સમય ઓછો લાગે છે અને 75% સુધી હીલિયમ (Helium)ની ખપત ઘટાડે છે. અર્થાત્ તપાસ ઝડપી, સચોટ અને સસ્તી બનશે અને દર્દીનો ઝડપથી ઉપચાર થઇ શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવી ટેકનિકથી મેડિકલ નિદાનની પદ્ધતિઓ સતત બદલાઇ રહી છે અને ભવિષ્યમાં કેન્સર જેવા ગંભીર રોગ (Serious Disease)ની જાણકારી મેળવવાનું ઘણું વધારે સરળ બની શકશે.


આ પણ વાંચો: બજેટ 2026માં કેન્સરની દવાઓ સસ્તી અને આયુષ્માન ભારત માટે કરોડોની જાહેરાત

આ પણ વાંચો: જાપાનમાં ટ્રી ફ્રોગમાં મળી આવ્યાં શક્તિશાળી એન્ટી કેન્સર ડ્રગ, એક ડોઝથી જ કેન્સર ખતમ…!!

આ પણ વાંચો: સ્ત્રીઓ કરતાં વધુ પુરુષો બન્યા કેન્સરનો ભોગ, બ્રસ્ટ અને મોઢાના કેન્સરના કેસોમાં થયો વધારો