Gujarat Weather News: ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વચ્ચે ગરમી અને ઉકળાટનો પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના વધી છે.
હવામાન વિભાગે નર્મદા, સુરત, ડાંગ, તાપી અને નવસારી જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી સહિત અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. બે અલગ-અલગ હવામાન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની સંભાવનામાં વધારો થયો હોવાનું વિભાગે જણાવ્યું છે.
બીજી તરફ રાજ્યમાં ગરમી અને ઉકળાટનો માહોલ યથાવત રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 40થી 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.
રાજ્યના મુખ્ય શહેરોમાં અમદાવાદ અને રાજકોટમાં સૌથી વધુ 41.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમરેલીમાં 41.2 ડિગ્રી, ડીસામાં 40.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 40.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. વડોદરા, કચ્છ અને ભાવનગર સહિતના વિસ્તારોમાં પણ ગરમીનો પ્રભાવ યથાવત જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: દેશમાં ચોમાસાનું આગમન, ગુજરાતમાં 15 જૂનથી ચોમાસુ
આ પણ વાંચો: અંબાલાલ પટેલે ગરમીમાં ઘટાડાના આપ્યા સંકેત, જાણો કઈ તારીખથી મેઘરાજા કરશે એન્ટ્રી
આ પણ વાંચો: ગીરની ધરા પર મેઘમહેર! પ્રખ્યાત યાત્રાધામ તુલસીશ્યામમાં મેઘરાજાએ કરી પધરામણી
