Not Set/ સિદ્ધગંગા મઠના મહંત શિવકુમાર સ્વામીનું નિધન, PM મોદીએ જતાવ્યો શોક

બેંગલુરુ, કર્ણાટકના તુમકુર સ્થિત સિદ્ધગંગા મઠના પ્રમુખ ડો. શિવકુમાર સ્વામીનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા અને ત્યારબાદ ૧૧૧ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો છે. ડો. શિવકુમાર સ્વામીના નિધનના સમાચાર મળતાની સાથે જ રાજ્યના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી દ્વારા ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરાઈ છે તેમજ મંગળવારે રાજ્યભરમાં સરકારી રજા […]

Top Stories India Trending

બેંગલુરુ,

કર્ણાટકના તુમકુર સ્થિત સિદ્ધગંગા મઠના પ્રમુખ ડો. શિવકુમાર સ્વામીનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા અને ત્યારબાદ ૧૧૧ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો છે.

ડો. શિવકુમાર સ્વામીના નિધનના સમાચાર મળતાની સાથે જ રાજ્યના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી દ્વારા ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરાઈ છે તેમજ મંગળવારે રાજ્યભરમાં સરકારી રજા જાહેર કરાઈ છે.

national-siddaganga-shivakumara-swamiji-passes-away-karnataka- PM Modi Stayed Mourning

બીજી બાજુ તેઓના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી, પૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પા સહિતના ટોચના નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો.

પીએમ મોદીએ પણ શોક જાહેર કરતા કહ્યું હતું કે, ડો. શ્રી શિવાકુમાર સ્વામી સારી આરોગ્યસંભાળ અને શિક્ષણ સુવિધાઓની ખાતરી માટે અગ્રણી રહ્યા છે.

તેઓએ આધ્યાત્મિકતા અને અલ્પવિશ્વાસના અધિકારોનું રક્ષણ કરવું તેમજ દયાળુ સેવાની પરંપરાઓની શ્રેષ્ઠ રજૂઆત કરી છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સિદ્ધગંગા મઠના પ્રમુખ શિવકુમાર સ્વામીના નિધનના સમાચાર સાંભળીને મને ખેદ છે. સ્વામીજીને દેશના બધા ધર્મો અને જાતિઓમાંથી આવતા લાખો ભારતીય લોકોના આદર રહ્યા છે. તેઓના બધા અનુયાયીઓને મારી સહાનુભૂતિ.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાએ ટ્વિટ કરતા કહ્યું હતું કે, “રાષ્ટ્ર એ એક મહાન હસ્તી ગુમાવી છે અને તેઓના જવાથી એક મોટું નુકશાન છે. સ્વામીજી પૂરું જીવન જે રીતે જીવ્યા એ એક ઈતિહાસ છે. તેઓ ૯૦ વર્ષ સુધી કામ કરતા આવ્યા છે.