Sports News: ભારતીય ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીની ફિટનેસને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. સાઇડ સ્ટ્રેનની સમસ્યામાંથી સાજા થયા બાદ, નીતિશ તેની IPL ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાવા માટે તૈયાર છે. નીતીશ ઈજાના કારણે જાન્યુઆરીથી એકપણ મેચ રમી શક્યો નથી. નીતિશે BCCIના ‘સેન્ટર ઑફ એક્સેલન્સ’ ખાતે યો-યો ટેસ્ટ સહિત તમામ ફિટનેસ ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કર્યા છે. ફિઝિયોએ પણ તેને રમવાની પરવાનગી આપી દીધી છે.
છેલ્લી મેચ જાન્યુઆરીમાં રમાઈ હતી
આંધ્રપ્રદેશના આ 21 વર્ષીય ક્રિકેટરે 22 જાન્યુઆરીએ ઈડન ગાર્ડન્સ ખાતે ઈંગ્લેન્ડ સામે ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી. તે તેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ હતી. જોકે તેણે તે મેચમાં બેટિંગ કે બોલિંગ કરી ન હતી. નીતીશે ચેન્નાઈમાં બીજી T20 ઈન્ટરનેશનલ મેચ પહેલા નેટ્સ પર પ્રેક્ટિસ કરી હતી. પરંતુ સાઈડ સ્ટ્રેઈનને કારણે તે તે મેચ અને પાંચ મેચની શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.
હૈદરાબાદે નીતિશને જાળવી રાખ્યા છે
ગયા વર્ષે ખેલાડીઓની હરાજી પહેલા નીતીશને હૈદરાબાદની ટીમે 6 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો. આઈપીએલની છેલ્લી સિઝનમાં તેણે 13 મેચમાં 143ના સ્ટ્રાઈક રેટથી 303 રન બનાવ્યા હતા. તેણે ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પણ પ્રભાવિત કર્યો હતો અને મેલબોર્નમાં ચોથી ટેસ્ટમાં 114 રનની સાહસિક ઇનિંગ રમી હતી. નીતિશ ટૂંક સમયમાં સનરાઇઝર્સ ટીમ સાથે જોડાશે જે 23 માર્ચે હૈદરાબાદમાં રાજસ્થાન રોયલ્સ સામે તેની પ્રથમ મેચ રમવાની છે.
આ પણ વાંચો: IPL 2025 માટે તમામ 10 ટીમોના કેપ્ટનની પુષ્ટિ , 5 ટીમો નવા કેપ્ટનો સાથે રમશે
આ પણ વાંચો: BCCI નો IPL 2025 પહેલા મોટો નિર્ણય, આ ‘છેતરપિંડી’ કરનાર ખેલાડી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી બાદ આ ટૂર્નામેન્ટની ICC ફાઈનલ લોર્ડ્સમાં યોજાશે, આ 2 ટીમો ખિતાબ માટે ટકરાશે