headphones Safety Tips: આજના સમયમાં સ્માર્ટફોન સાથે વાયરવાળા ઈયરફોનને બદલે વાયરલેસ ઈયરબડ્સ (TWS) અને બ્લૂટૂથ હેડફોનનો ક્રેઝ ખૂબ વધ્યો છે. તે વાપરવામાં સરળ અને સ્ટાઈલિશ લાગે છે.
પરંતુ શું તમે જાણો છો કે તમારા કાનમાં રહેલું આ નાનકડું ગેજેટ તમારી જાસૂસીનું કારણ બની શકે છે? તાજેતરના રિપોર્ટ્સ મુજબ, વાયરલેસ હેડફોન્સ હેકર્સ માટે એક સરળ ટાર્ગેટ બની ગયા છે. આના દ્વારા તેઓ તમારું લોકેશન ટ્રેક કરી શકે છે અને તમારી અંગત વાતો પણ સાંભળી શકે છે.
હેકિંગ કેવી રીતે થાય છે?(headphones)
મોટાભાગના વાયરલેસ ઈયરબડ્સ અને હેડફોન્સ સ્માર્ટફોન સાથે કનેક્ટ થવા માટે બ્લૂટૂથ (Bluetooth) ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
સિગ્નલ ઈન્ટરસેપ્શન: જ્યારે તમારું બ્લૂટૂથ ચાલુ હોય છે, ત્યારે હેકર્સ તેના સિગ્નલને આંતરીને (Intercept) તમારા ડિવાઈસમાં ઘૂસણખોરી કરી શકે છે.
મેક એડ્રેસ: દરેક બ્લૂટૂથ ડિવાઈસનું એક યુનિક એડ્રેસ હોય છે. હેકર્સ આ એડ્રેસની મદદથી તમારા ડિવાઈસને ઓળખી લે છે અને તમે ક્યાં જાઓ છો તે ટ્રેક કરી શકે છે.
શું છે સૌથી મોટું જોખમ? (Risks)
લોકેશન ટ્રેકિંગ: જો હેકર્સ તમારા હેડફોન (headphones) નું બ્લૂટૂથ સિગ્નલ પકડી લે, તો તેઓ જાણી શકે છે કે તમે અત્યારે ક્યાં છો અને કયા રસ્તે જઈ રહ્યા છો. આ તમારી સુરક્ષા માટે ખતરો છે.
વાતચીત સાંભળવી (Eavesdropping): હેકર્સ તમારા હેડફોનના માઈક્રોફોનનો કંટ્રોલ લઈ શકે છે અને તમારી ખાનગી વાતચીત અથવા કોલ્સ રેકોર્ડ કરી શકે છે.
ડેટા ચોરી: હેડફોન દ્વારા કનેક્ટ થયેલા ફોનમાંથી કોન્ટેક્ટ્સ અથવા અન્ય ડેટા ચોરવાની પણ શક્યતા રહેલી છે.
સસ્તા ગેજેટ્સ વધુ જોખમી
ઘણા સસ્તા અને નોન-બ્રાન્ડેડ ઈયરબડ્સમાં સુરક્ષાના પૂરતા પ્રોટોકોલ્સ હોતા નથી. તેમાં એન્ક્રિપ્શન (Encryption) નબળું હોવાથી તેને હેક કરવું હેકર્સ માટે ડાબા હાથનો ખેલ બની જાય છે.
બચવા માટે શું કરવું? (Safety Tips)
બ્લૂટૂથ બંધ રાખો: જ્યારે ઈયરબડ્સ (headphones) નો ઉપયોગ ન કરતા હોવ, ત્યારે ફોનનું બ્લૂટૂથ અને ઈયરબડ્સ (headphones) બંને બંધ કરી દો.
અપડેટ કરતા રહો: જો તમારા ઈયરબડ્સ (headphones) ની કોઈ એપ હોય, તો તેનું ફર્મવેર (Firmware) સમયસર અપડેટ કરો.
અજાણ્યા ડિવાઈસ સાથે પેર ન કરો: તમારા હેડફોનને (headphones) કોઈ અજાણ્યા ફોન કે લેપટોપ સાથે કનેક્ટ કરવાનું ટાળો.
ટેકનોલોજી જીવન સરળ બનાવે છે, પણ સાવચેતી ન રાખીએ તો તે નુકસાનકારક પણ બની શકે છે. તમારા બ્લૂટૂથ ડિવાઈસનો ઉપયોગ સતર્કતાથી કરો.


