નિર્ણાયક ક્ષણોમાં બોલરોનાં શાનદાર પ્રદર્શનનાં કારણે દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-2020 ની આકર્ષક મેચમાં રાજસ્થાન રોયલ્સને 13 રને હરાવ્યુ છે. મેચમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં દિલ્હી કેપિટલ્સની ટીમે નિર્ધારિત ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી મેચમાં શિખર ધવન અને સુકાની શ્રેયસ ઐયરે અડધી સદી ફટકારી હતી. જેના જવાબમાં, રાજસ્થાન રોયલ્સ તરફથી બેન સ્ટોક્સ (41) અને જોસ બટલર (22) ની જોડીએ ધમાકેદાર શરૂઆત કરી.
પ્રથમ વિકેટ બટલર તરીકે પડી, ત્યારબાદ કેપ્ટન સ્મિથ સસ્તામાં આઉટ થયો, પરંતુ સંજુ સેમસન (25) અને રોબિન ઉથપ્પાએ રાજસ્થાનની વિજયની આશાઓને જીવંત રાખી હતી. છેલ્લી પાંચ ઓવરમાં RR ને 38 રનની જરૂર હતી અને ટીમમાં પાંચ વિકેટ બાકી હતી. આ દરમિયાન કાગીસો રબાડા, એનરિક નોર્ટઝ અને તુષાર દેશપાંડેની આગેવાની હેઠળનાં દિલ્હીનાં ઝડપી બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને જીત તરફ મજબૂત રીતે આગળ વધી રહેલા આરઆર ટીમનાં પગલા પર બ્રેક લગાવ્યો હતો. 20 ઓવરમાં રાજસ્થાનની ટીમ 8 વિકેટે 148 રન બનાવી શકી હતી.
શ્રેયસ ગોપાલ ઇનિંગનાં છેલ્લા બોલ પર આઉટ થયો હતો. રાજસ્થાનને અત્યાર સુધીની કેટલીક યાદગાર જીત અપાવી ચૂકેલા રાહુલ તેવતિયા 18 બોલમાં 14 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સની ટીમ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. તેણે આઠ મેચમાંથી છ જીત સાથે 12 પોઇન્ટ મેળવ્યા છે, જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ સાત મેચમાંથી પાચ જીત સાથે બીજા સ્થાને આવી ગઈ છે. રાજસ્થાન રોયલ્સનાં આઠ મેચોમાં ત્રણ જીતની સાથે છ આંક છે અને તે સાતમા સ્થાને છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ
