Israel war/ લેબનોનમાં ઈઝરાયલી હુમલાથી 1000થી વધુ મોત, ફ્રાન્સની મોટી આર્થિક સહાય

લેબનોન (Lebanon) માં ઈઝરાયલી હુમલામાં 1000થી વધુ મોત થયા છે. ફ્રાન્સે ૨૦ મિલિયન ડોલરની મદદ જાહેર કરી છે, પરંતુ ઈઝરાયલે વાતચીતનો ઈનકાર કર્યો છે.

Top Stories World
Israel Lebanon War Update

Israel Lebanon War Update: મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ વધુ ભયાનક બની રહી છે. ઈઝરાયલ દ્વારા લેબનોન પર કરવામાં આવી રહેલા સતત હવાઈ હુમલાઓએ ત્યાં ભારે તબાહી મચાવી છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લેબનોનમાં 1000થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેના કારણે વિશ્વભરમાં ચિંતાની લહેર પ્રસરી છે.

Lebanonને ફ્રાન્સની મોટી મદદ

યુદ્ધગ્રસ્ત લેબનોનમાં સર્જાયેલી માનવીય કટોકટીને પહોંચી વળવા માટે ફ્રાન્સ આગળ આવ્યું છે. ફ્રાન્સ સરકારે લેબનોન માટેની આર્થિક સહાયમાં મોટો વધારો કરતા આ માનવીય સહાયની રકમ વધારીને 20 મિલિયન ડોલર કરી દીધી છે. આ મોટા આર્થિક પેકેજનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધમાં વિસ્થાપિત થયેલા લોકો માટે તાત્કાલિક ધોરણે ખોરાક, દવા અને રહેઠાણની વ્યવસ્થા પૂરી પાડવાનો છે.

શાંતિના પ્રયાસો વચ્ચે ઈઝરાયલનો ઈનકાર

એક તરફ રક્તપાત ચાલુ છે, તો બીજી તરફ ફ્રાન્સ સહિતના પશ્ચિમી દેશો યુદ્ધવિરામ (Ceasefire) માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે ફ્રાન્સના વિદેશમંત્રી બેરૂતની મુલાકાત લીધા બાદ હવે ઈઝરાયલના પ્રવાસે પહોંચ્યા છે, જેમનો મુખ્ય ઉદ્દેશ્ય ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ અટકાવવાનો છે. જોકે, શાંતિના આ પ્રયાસોને મોટો ફટકો ત્યારે પડ્યો જ્યારે ઈઝરાયલે સીધી વાતચીત કરવાના તમામ પ્રસ્તાવોને ફગાવી દીધા છે. હાલમાં ઈઝરાયલનું વલણ અત્યંત આક્રમક છે અને તે હિઝબુલ્લાહના સફાયા સુધી હુમલા રોકવાના મૂડમાં બિલકુલ નથી.


આ પણ વાંચો: વોશિંગ્ટનમાં સૈન્ય બેઝ ઉપર રહસ્યમય ડ્રોન! અમેરિકા એલર્ટ મોડમાં

આ પણ વાંચો: મધ્ય પૂર્વ તણાવ વચ્ચે ટ્રમ્પનો દાવો: સાઉથ પાર્સ પર હુમલો બંધ

આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવ વચ્ચે યુરોપ-જાપાન સક્રિય, ઉર્જા પુરવઠા પર વૈશ્વિક ચિંતા