સુનાવણી/ સુપ્રીમ કોર્ટમાં એક સપ્તાહ બાદ શરૂ થઇ શકે છે પ્રત્યક્ષ સુનાવણી

કોવિડ -19 રોગચાળાની અસર સુપ્રીમ કોર્ટ પર પણ પડી હતી. ગયા વર્ષે માર્ચ મહિનાથી કોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી ચાલી રહી છે

Top Stories India

સુપ્રીમ કોર્ટમાં શારીરિક એટલે પ્રત્યક્ષ સુનાવણી એક સપ્તાહમાં  શરૂ કરી  શકે છે. બુધવારે સુપ્રીમ કોર્ટે આ અંગે સંકેત આપ્યા છે. કોવિડ -19 રોગચાળાની અસર સુપ્રીમ કોર્ટ પર પણ પડી હતી. ગયા વર્ષે માર્ચ મહિનાથી કોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી ચાલી રહી છે. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વ્યવસ્થા ટૂંક સમયમાં સમાપ્ત થશે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી આગામી 10 દિવસમાં શરૂ થઈ શકે છે. આ ખંડપીઠમાં જસ્ટિસ સૂર્યકાંત અને અનિરુદ્ધ બોઝ પણ સામેલ હતા. મુંબઇ હાઈકોર્ટના નિર્ણય સામેની અરજીની સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ આ વાત કરી હતી. આ બાબત ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા ટેરિફ સંબંધિત જારી કરાયેલા આદેશથી સંબંધિત હતી.

અરજી પર વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન, આ મહત્વની ખંડપીઠે કહ્યું કે અમે આ મામલે વકીલો દ્વારા કરવામાં આવતી દલીલોને જોવા કે સાંભળવા માટે અસમર્થ છીએ. અમે એક અઠવાડિયા પછી અથવા 10 દિવસ પછી પ્રત્યક્ષ સુનાવણી કરી શકીએ છીએ. ગયા વર્ષે માર્ચ મહિનાથી કોર્ટમાં વર્ચ્યુઅલ કાર્યવાહી ચાલી રહી છે. કોરોના મહામારીના પ્રકોપને કારણે આવું થઈ રહ્યું હતું. જોકે, ઘણા વકીલોએ માગણી કરી છે કે શારીરિક સુનાવણી શરૂ કરવી જોઈએ.

જુલાઈ મહિનામાં સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને CJI ને પત્ર લખ્યો હતો. આ પત્ર મારફતે કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણીની માંગ ઉઠાવવામાં આવી હતી. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે કોવિડ -19 દ્વારા સર્જાયેલી પરિસ્થિતિ હવે દેશમાં લગભગ સામાન્ય થઈ ગઈ છે. નોંધપાત્ર છે કે  આ પહેલા સુપ્રીમ કોર્ટે વર્ચ્યુઅલ કોર્ટ સિસ્ટમને કારણે તેની કાર્યક્ષમતા પર પડતી અસર અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં કોર્ટે કહ્યું હતું કે તેના કારણે કાર્યવાહીને યોગ્ય રીતે ચલાવવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે.