Not Set/ ટ્વિટરને મળી એક માસમાં આટલી ફરિયાદ અને તેણે કેટલા પર એકશન લીધું જાણો

આ વર્ષે 26 જૂન અને 25 જુલાઈ વચ્ચે 120 ફરિયાદો મળી હતી અને આ સમયગાળા દરમિયાન તેણે 167 યુઆરએલ પર ‘કાર્યવાહી’ કરી હતી.

Top Stories

સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે ગયા મહિને કમ્પ્લાયન્સ રિપોર્ટ જાહેર કર્યો છે. કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, આ વર્ષે 26 જૂન અને 25 જુલાઈ વચ્ચે 120 ફરિયાદો મળી હતી અને આ સમયગાળા દરમિયાન તેણે 167 યુઆરએલ પર ‘કાર્યવાહી’ કરી હતી. ટ્વિટરે તેના માસિક  અહેવાલમાં આ માહિતી આપી છે. નવા આઈટી નિયમો હેઠળ  રિપોર્ટ આપવો ફરજિયાત છે.યુએસ સ્થિત સોશિયલ મીડિયા દિગ્ગજ ટ્વિટરને છેલ્લા ઘણા મહિનાઓથી ટ્વિટ અને મોટા વપરાશકર્તાઓના એકાઉન્ટ્સ પર લેવામાં આવેલી વિવિધ પ્રક્રિયા અને આ વર્ષે મે મહિનામાં અમલમાં આવેલા આઇટી નિયમોનું પાલન કરવામાં વિલંબ માટે ટીકાનો સામનો કરવો પડ્યો છે. ટ્વિટરે તેના લેટેસ્ટ રિપોર્ટમાં કહ્યું છે કે તેને 26 જૂનથી 25 જુલાઈ 2021 વચ્ચે 120 ફરિયાદો મળી છે. આ સમય દરમિયાન તેમણે 167 URL પર ‘કાર્યવાહી’ કરી છે. તેમને ટ્વિટરના ફરિયાદ અધિકારી તરફથી આ ફરિયાદો મળી છે. તેમાં વ્યક્તિગત વપરાશકર્તાઓ તરફથી કોર્ટના આદેશો સાથેની ફરિયાદોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની અપીલ કરતી 67 ફરિયાદોનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો અને તેમને યોગ્ય પ્રતિભાવ મોકલવામાં આવ્યો હતો, આવું અહેવાલમાં જણાવાયું છે. 24 ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની ફરિયાદોને ખાસ કેસ તરીકે રદ કરવામાં આવી હતી. જોકે, અન્ય ખાતાઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા કંપનીએ જણાવ્યું કે, ટ્વિટર વપરાશકર્તાઓ ફરિયાદ અધિકારી-ભારત પેજ પર ઉપલબ્ધ સંપર્ક વિગતોનો ઉપયોગ કરીને ફરિયાદ પદ્ધતિ દ્વારા ફરિયાદોની રિપોર્ટ  કરી શકે છે.