Not Set/ World Cup : ક્રિકેટ જગતનાં આ 5 ફેન ભારત-પાક મેચમાં આવશે નજર

ક્રિકેટની રમત તેના ફેન વિના ક્યારે શક્ય બની શકે તેમ નથી. કોઇપણ રમતને સફળ બનાવવા પાછળ જો કોઇનું સૌથી વધુ યોગદાન રમતનાં પ્રેમીઓ એટલે કે તે રમતનાં દર્શકો અને ફેનને જાય છે. આ ફેન કોઇ રમત અને ખેલાડીઓ પ્રત્યે પોતાની જબરદસ્ત દીવાનગી માટે ફેસમ હોય છે. આ ફેન પોતાના નાયક માટે કઇ પણ કરી શકવા […]

Top Stories Sports

ક્રિકેટની રમત તેના ફેન વિના ક્યારે શક્ય બની શકે તેમ નથી. કોઇપણ રમતને સફળ બનાવવા પાછળ જો કોઇનું સૌથી વધુ યોગદાન રમતનાં પ્રેમીઓ એટલે કે તે રમતનાં દર્શકો અને ફેનને જાય છે. આ ફેન કોઇ રમત અને ખેલાડીઓ પ્રત્યે પોતાની જબરદસ્ત દીવાનગી માટે ફેસમ હોય છે. આ ફેન પોતાના નાયક માટે કઇ પણ કરી શકવા માટે તૈયાર રહેતા હોય છે. આવા લોકો મેદાનની અંદર અને બહાર પણ પોતાના ફેવરિટ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે જાણીતા હોય છે. પોતાના ફેવરિટ ખેલાડીની જીતમાં પોતાની જીત અને તેની હારમાં પોતાની હાર માનતા આ ફેન ઘણીવાર ખુશીને માણતા નજરે ચઢે છે તો ઘણીવાર હાર મળ્યા બાદ આંખમાંથી આસુ પાડતા નજરે ચઢતા હોય છે. ક્રિકેટ ઈતિહાસનાં સૌથી મોટો મહામુકાબલો ભારત-પાકિસ્તાનની મેચમાં આપણને ઘણા એવા ફેન જોવા મળશે.

સુધીર કુમાર

ક્રિકેટનાં ભગવાન કહેવાતા મહાન બેટ્સમેન સચિન તેડુંલકરની જેમ તેના ફેનને પણ સમગ્ર દુનિયા જાણે છે. સુધીરને ઘણીવાર મેચ દરમિયાન ઝંડાનાં રંગમાં રંગાયેલો જોઇ શકાય છે. સચિન તેડુંલકરનું નામ અને જર્સી નંબર પોતાના શરીર પર લખાવીને તે ભારતીય ટીમની દરેક મેચમાં ઉત્સાહ વધારતો જોવા મળે છે. સચિન તેડુંલકરનાં ક્રિકેટથી સન્યાસ બાદથી તેણે મિસ યુ સચિન તેડુંલકર પોતાના શરીર પર લખાવ્યુ છે. સુધીરની નજરે સચિન તેડુંલકર ભગવાન છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”

ભારત આર્મી

ભારત આર્મીનાં નામથી ફેમસ આ ગ્રુપ ટીમ ઈંન્ડિયાનો જબરદસ્ત ફેન છે. આ ગ્રુપ આઇસીસી ટૂર્નામેન્ટ્સમાં ભારતનાં દરેક મેચમાં સ્ટેડિયમમાં પહોચે છે અને પોતાના મ્યુજીકલ અંદાજમાં ભારતીય ટીમનોં ઉત્સાહ વધારે છે. આ ગ્રુપએ વિશ્વકપને લઇને ભારતીય ટીમ માટે એંથમ સોન્ગ તૈયાર કર્યુ છે જે દરેક મેચમાં પ્રદર્શિત પણ કરે છે. આ વખતે લંડનમાં આ ગ્રુપ પૂરા જોશની સાથે પોતાની ટીમનો ઉત્સાહ વધારવા તૈયાર થઇ ગઇ છે.

એચ શ્રવનન

સચિન તેડુંલકરની જેમ ભારતને બે વખતનાં વિશ્વ ચેમ્પિયન બનાવનાર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ફેન ફોલોવિંગ પણ જબરદસ્ત છે. સુધીરની જેમ જ મહેન્દ્ર સિંહ ધોનીનાં પણ જબરા ફેન છે જેમનું નામ એચ શ્રવનન છે. તે ભારતીય ટીમની મેચોમાં મહેન્દ્ર સિંહ ધોની અને આઇપીએલમાં ચેન્નઇ સુપરકિગ્સનાં રંગમાં નજર આવે છે. શ્રવનન બોડી પેંઇન્ટ કરાવીને પોતાના શરીર પર ધોનીનું નામ અને તેની જર્સી નંબર લખાવે છે. શ્રવનન મુજબ બોડી પેંઇન્ટ કરવામાં તેમને લગભગ 5 કલાકનો સમય લાગી જાય છે.

ચાચા ક્રિકેટ આકા અબ્દુલ જલીલ

70 વર્ષનાં ‘ચાચા ક્રિકેટ’ આકા અબ્દુલ જલીલને પાકિસ્તાન ક્રિકેટ ટીમનો સૌથી મોટો ફેન માનવામાં આવે છે. શિકાગોમાં રહેતા અબ્દુલ જલીલને પાકિસ્તાનની દરેક મેચમાં તેમનો ઉત્સાહ વધારવા માટે હાજર રહેતા હોય છે. છેલ્લા 20 વર્ષમાં ચાચા ક્રિકેટએ લગભગ ભારત-પાકિસ્તાનની વચ્ચે રમાયેલી કોઇ પણ મેચ છોડી નથી અને સ્ટેડિયમમાં પહોચી પોતાની ટીમનો ઉત્સાહ વધાર્યો છે. એક હટકે વાત તો એ છે કે, દુનિયાભરમાં પહેલીવાર ફેન્સને સમ્માનિત કરવા માટેનો ગ્લોબલ સ્પોર્ટ્સ ફેન એવોર્ડમાં પણ અબ્દુલ જલીલને સમ્માનિત કરવામાં આવ્યા હતા.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”

ચાચા ટી-20 મોહમ્મદ જમાન ખાન

પાકિસ્તાનનાં મોહમ્મદ જમાન ખાનને લોકો ચાચા ટી-20નાં નામે પણ ઓળખે છે. એશિયા કપ દરમિયાન નોકરીથી રજા ન મળવાનાં કારણે દુબઈથી પરત પાકિસ્તાન પાછા આવનાર ચાચા ટી-20 પાકિસ્તાનની દરેક મેચમાં તેને સપોર્ટ કરતા નજર આવે છે. તે પાકિસ્તાન આર્મીમાં જવા માંગતા હતા પરંતુ અભ્યાસ પૂરો ન થયો હોવાના કારણે તેમનુ આ સપનુ પૂરુ થયુ નહોતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.