ગુજરાત/ કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી પર હુમલો!ટ્વિટર પર હુમલો કરનારની તસવીર શેર કરી,જાણો

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. વડગામના MLA જિગ્નેશ મેવાણી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.

Top Stories Gujarat

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. વડગામના MLA જિગ્નેશ મેવાણી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.હુમલાની માહિતી ટ્વિટર પર ધારાસભ્યો જિગ્નેશ મેવાણીએ આપી છે.  ટ્વિટર પર પોસ્ટ કરીને મેવાણીની સોશિયલ મીડિયા ટીમે હુમલો કરનાર શખસની તસવીર શેર કરી આ અંગે જાણકારી આપી હતી. જેમાં સ્પષ્ટપણે તેમણે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપ સિંહ સાથે જોવા મળતા લાભુ દેસાઈ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ કરેલી ટ્વિટના આધારે નર્મદા એપાર્ટમેન્ટ વસ્ત્રાલ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્વિટર પર શેર કરેલી પોસ્ટમાં હુમલો કરનારા શખસના નામનો ઉલ્લેખ પણ કરાયો હતો. જેમાં જણાવ્યા પ્રમાણે તેના પર અચાનક જિગ્નેશ મેવાણી પર હુમલો કરી દીધો હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે આ દરમિયાન સેકડો લોકો હાજર હતા ત્યારે કાર્યક્રમમાં તોડફોડ કરી બંધ કરવાના પ્રયત્નો હાથ ધરાયા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે